૧૯ જિલ્લા કલેક્ટર સાથે મુખ્ય સચિવે બેઠક યોજી : કડક અમલના આદેશ

0
56

ગાંધીનગર,તા.૧૧
ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા હજુ વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવે કોરોના અસરગ્રસ્ત ૧૯ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરવા સાથે અનલૉક બાદની કામગીરીની ચર્ચા થઈ હતી, સાથે સાથે જે વિસ્તારમાં કોરોના વધે છે ત્યાં આંશિક લોકડાઉન કરવું જોઈએ કે નહીં તેની પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ૧૯ જિલ્લામાં જયાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે તેના જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજીને અનલોકમાં પણ જે નિયમો આપવાના છે તેવા કડક અમલનો આદેશ આવ્યો છે. મુખ્ય સચિવે દરેક જિલ્લા કલેકટર પાસેથી તેમના ક્ષેત્રની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જો કે તંત્રએ હાલની સ્થિતિ માટે લોકોને જ જવાબદાર ઠેરવ્યા હતા કે લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી તેવી ફરિયાદ કરી માસ્ક માટેનો હાલનો દંડ રૂા.૨૦૦થી વધારીને રૂા.૧૦૦૦ સુધી કરવાની ભલામણ કરી હતી. તો કેટલાક અધિકારીઓએ આર્થિક કે ચોક્કસ ક્ષેત્રનું લોકડાઉન પણ જરૂરી હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.
તમામ અધિકારીઓને દરેક વિસ્તારમાં તકેદારી વધારવા લોકો માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતના ઉપાયોનો અમલ કરે તેવી સ્થિતિ ઉભી કરવા હવે સંભવિત કોરોના દર્દીઓ માયે આરોગ્ય સેતુ એપ. ડાઉનલોડ કરાવીને તેઓને નજર હેઠળ રાખવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જે જિલ્લામાં કેસ વધતા જાય છે ત્યાં કોરોના દર્દીઓ માટેની સુવિધાની પણ સમીક્ષા કરી હતી અને આ સ્થિતિ પર સતત નજર રાખવા માટે ખાસ તાકીદ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY