પાર્ટીના કાર્યકર્તા ઘંટી ચાટે..અને અધિકારીઓને આટો..!!!?

0
236

ગાંધીનગર,તા.૩૧
ભાજપ સરકારે ઔડા સહિતના ૮ મહાનગરો ના શહેરી સત્તામંડળ માં ભાજપના નેતાઓ ને ચેરમેન તરીકે મૂકવાને બદલે જે તે મહાનગરો ના મ્યુનિસિપલ કમિશ્નર ને ચેરમેન બનાવી દીધા છે. ભાજપમાં જે નેતાઓ આ સતામંડળ માં ચેરમેન બનવાની આશા રાખી રહ્યા હતા તેમની હાલત એવી થઇ કે તેમની આગળ લટકાવેલું ગાજર પણ સરકારે લઇ લીધું અને લોકસભાની ચૂંટણી માં લોકોની ભીડ એક્ઠી કરવાની મજુરી કરવી પડશે. દીકરા મોટો થા , પછી પરણાવીશું એવી હાલત કેટલાક નેતાઓ ની થઇ હોવાનું ભાજપને વર્તુળોમાં થી જાણવા મળે છે.
વર્તુળો એ જણાવ્યું કે ગુજરાતમાં મોદી રાજ વખતે વર્ષો સુધી બોર્ડ નિગમોમાં કાર્યકરો ની નિમણુંકો થઇ નહોતી. સુરેન્દ્ર પટેલ ઔડા ના ચેરમેન હતા તો તેમને ખસેડી લેવાયા હતા અને સત્તામંડળ કે બોર્ડ નિગમમાં કમલેશ પટેલની આજદિન સુધી એક જ જગ્યાએ નિમણુક છે. ભાજપ માં કેટલાય નેતાઓ વર્ષોથી કામ કરે છે એ આશાએ કે કોઈ બોર્ડ નિગમ કે ઔડા –ગુડા માં પદ મળશે. પરંતુ રૂપાણી સરકારે એવા નેતાઓ ની આશા પર નર્મદાનું આવેલું નવું પાણી ફેરવતા જાહેર કર્યું કે તમામ શહેરી ઓથોરીટી માં પાર્ટીના કોઈ નેતા નહિ પણ જે તે મહાનગરો ના મ્યુનિસીપલ કમિશ્નર ચેરમેન તરીકે ફરજ બજાવશે.
ભાજપના વર્તુળો કહે છે કે મ્યુનિસિપલ કમિશ્નરો મહાનગરો ના રોજબરોજ ના કામકાજમાંથી નવરાં પડતા નથી ત્યાં એમને આ વધારાની જવાબદારી આપવાની ક્્યા જરૂર હતી. ભાજપ માં ચેરમન ને લાયક એવા કેટલાય ભણ્યા ગણ્યા નેતાઓ છે. તેમનો ઉપયોગ કરવો જાઈએ. શું આ નેતાઓએ માત્ર જાહેરસભા માટે લોકોને લાવવા લઇ જવાનું જ કામ કરવાનું છે. કોગ્રેસમાંથી આવેલા ને કલાકોમાં કેબીનેટ મંત્રી પદ મળે અને વર્ષોથી કુટાતા ને ચેરમેનપદ પણ નહિ. આવું ક્્યા સુધી ચાલશે એ મ પણ વર્તુળો એ કહ્યું હતું.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY