પ્રાપ્ત વિગતો અનુસાર આજે બીજા દિવસે પણ પણખેડૂત આગેવાનો અને સુગરના ત્રણ ડાયરેક્ટરોએ વટારયા સુગરમાંથી ખેડૂતોને વ્યાજબી ભાવ ન મળતાં ઉપવાસ આંદોલન ચાલુ રાખેલ છે ટેલિફોનિક વાતચીતમાં દિલીપસિંહ મહિડા એ જણાવેલ કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગણેશ સુગરનું ગ્રાઉન્ડ અમે છોડવાના નથી અને અપવાસ તોડવાના નથી જોવાનું રહેશે કે ગણેશ સુગરના કથિત કૌભાંડી સંચાલકોની આખ કયારે ખુલે છે દિલીપસિંહ મહિડા સાથેની વાતચીતમાં તેઓએ જંગ એ ગુજરાત અખબાર વેબપોર્ટલ ને જણાવેલ કે આ કોઈ રાજકારણ પ્રેરીત હડતાલ નથી પરંતુ જ્યારે આજુબાજુની પાંડવાઈ સુગર અને ધારીખેડા સુગર વ્યાજબી ભાવ આપતી હોય ત્યારે ગણેશ સુગરના સભાસદોએ કે શેરડી પકવતા ખેડૂતોએ કોઈ ગુનો નથી કર્યો કે તેમને ઓછો ભાવ મળે આ ઉપરાંત કથિત બેંકોના નાણાં ના ભ્રષ્ટચાર વિશે પણ અમારી લડાઈ છે જેના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે એમ દિલીપસિંહ મહિડા એ ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ હવે જોવાનું એ રહ્યું કે સત્તાધારી પક્ષ અને વિપક્ષો જો ખેડૂતની વિટંબણાઓ સાથે સહકાર આપવાની ભાવના રાખે તો ખેડૂતો ની જીત નિશ્ચિત છે
ખેડૂતો ના પ્રશ્ને ઉપવાસ પર બેઠેલા ત્રણ ડાયરેક્ટરો ની ખુલ્લી અપીલ.
—––—————————–
પ્રતિ ,સભાસદ મિત્રો,
સુગર ના ઇતિહાસ માં પ્રથમ વાર રાતભર ભૂખ્યા તરસ્યાં ખેડૂતો સુગર ના ઓટલે ઉપવાસી પડી રહ્યા,ખેડૂતો ને ન્યાય મળે તે હેતુ થી પોતાની તબિયત કે જાન ની પરવા કર્યા વગર આંદોલન ચાલુ રાખ્યું તે બદલ ખેડૂતો વતી આભાર માનએ છીએ,
વહીવટ કરતાં ઓ ની દાદાગીરી અને ખેડૂતો સાથે ની અસહકાર ની નીતિ થી ખૂબ દુઃખ થાય છે,હરિસિંહ મહિડા ,મુળજીભાઈ જેવા આ સંસ્થા ના સ્થાપકો ના આત્મા પણ આ પરિસ્થિતિ જોઇ આક્રંદ કરતા હશે,
હું જ સાચો, ખેડૂત જૂઠો એ ભાવના સાથે એક પણ પ્રશ્ન નો જવાબ આપવા ચેરમેન ની તૈયારી નથી,પારદર્શક વહીવટ ની ગુલબંગો પોકારતાં ચેરમેન ને ખેડુતો એ રજૂ કરેલ મુદ્દા ના લેખિત જવાબ આપવા માં ક્યાં પેટ માં ચૂક આવે છે,
આ આંદોલન હક માટે નું છે,પડવાઈ સુગર જે આપણાં કરતા પાછળ શરૂ થઈ હતી તે 275 રૂપિયા વધુ ભાવ આપે અને આપડી સુગર જે ઇથેનોલ પ્લાન પણ ધરાવે છે તે ખોટ માં ચાલે,
યુનિયન બેક માંથી દરેક ખેડૂત ના નામે 3 લાખ લેખે 39 કરોડ લઈ આવ્યા પછી પણ ખાડા પૂરી શકતા નથી તો સભાસદો ને સત્ય જાણવા નો અધિકાર ખરો કે નહીં?
અમો ખેડૂતો ની અમારી સંસ્થા નો હિસાબ પૂછયે છીયે નહિ કે તમારી અંગત સંપત્તિ નો?બજારમાં ચાલતી તમારી અફવાઓ જેવી કે કરોડો ની હોસ્ટેલ તમારા અંગત ટ્રસ્ટ માં રૂપીયા ની લેવડ દેવડ કે તમારી કરોડો ની સંપત્તિ અને જમીનો વિશે અમો ને કોઈ લેવા દેવા નથી, તમો એ તમારી આવડત અને દીર્ઘ દ્રષ્ટિ થી રાતો રાત સંપત્તિ વિસ્તાર કર્યો તે માટે આપને હમો બિરદાવીયે છે,આપની ધંધો કરવાની સૂઝ બૂજ કાબિલે તારીફ છે!
આ વિસ્તાર ના ખેડૂતો ને અમો અપીલ કરીયે છે કે માનનીય ચેરમેન સાહેબ ની સંપત્તિ ની કોઈ ટીકા ટિપ્પણી કરવી નહીં,હજુ પણ આપની સંપત્તિ 100 કરોડ ને પાર કરી જાય એવી શુભેચ્છા ,
પણ અમો ગણેશ ની સંપત્તિ જે 100 કરોડ થી વધુ ની cc સાથે લડખડાઈ રહી છે તેની વાતો તો પૂછવાના જ છે,
યુનિયન બેક માંથી લીધેલા 39 કરોડ નું સત્ય તો જાણી ને જ રહીશુ,
25 કરોડ ફસાયેલ રૂપિયા માટે મરતે દમ તક સંઘર્ષ કરીશું,
આ અમારી સંપત્તિ છે 100 વાર પુછીશુ અને તમારે જવાબ આપવા જ પડશે,
ગેરવહીવટ થયો જ છે ઓછા ભાવો પડ્યા જ છે કરોડો નું દેવું છે જ,કરોડો ફસાયા જ છે એ હકીકત છે,આ જવાબદારી માંથી તમો ને છટકવા નહિ દઈએ,
આ વિસ્તાર ના ભાજપ કોંગ્રેસ કે બીજા રાજકીય પક્ષઓ ના નેતા ને અપીલ કરીએ છીએ કે ખેડૂતો ને ન્યાય અપાવવા આગળ આવે
માનનીય અહમદભાઈ,માનનીય,ભરતસિંહ,માનનીય,મનસુખભાઇ,
અને માનનીય,છોટુભાઈ ને વિનંતી છે કે સરકાર માં કે લાગતા વળગતા ને ધ્યાન દોરે,ખેડૂતો ને ન્યાય અપાવવા આગળ આવે,
આ ઓછા ભાવ માટે સરકારની નીતિ ઓ જવાબદાર ઠેરવતાં ચેરમેન ને સત્ય નો પાઠ શીખવવા ભરતસિંહ ભાઈ ને ખાસ અપીલ છે કે તમો રૂબરૂ સુગર પર આવી સત્ય જાણી મધ્યસ્થી કરો,
આપના આશીર્વાદ ખેડૂતો ને પ્રાપ્ત થાય નહિ કે ચેરમેનને,
આમ ઉપવાસીઓ એ આક્રોશ ઠાલવી દર્દભરી રજુઆત કરી હતી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"