ગાંજાના ધંધા સામે પોલીસ ધોંસ વધતા ટ્રેન ઉથલાવવાનું કાવત્રુ ઘડયું

0
72

સુરત-ઉતરાણ વચ્ચે મળસ્કે રેલ્વે ટ્રેક ઉપર લોખંડના-લાકડાના બે બાંકડા મૂકી અહિંસા એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરુ ગાંજા નેટવર્ક સાથે સંકળાયેલા દિલીપ પાંડીએ રચ્યું હતું. સુરત પોલીસ-રેલ્વે પોલીસના સતત સંયુક્ત કોમ્બીંગને પગલે ઓરીસ્સાથી ટ્રેન મારફતે સુરતમાં ઠલવાતા ગાંજાના ગેરકાયદે વેપારને મોટો ફટકો પડતાં દિલીપ પાંડીએ પોતાના સાગરીતોને સૂચના આપી હજારો યાત્રીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. સુરત ક્રાઈમ બ્રાંચે દિલીપ પાંડીના ત્રણ સાગરીતોને ઝડપી પાડતા સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો છે. સુરત અને ઉત્રાણ રેલવે સ્ટેશન વચ્ચે ગત ૨૮ ડિસેમ્બર, ૨૦૧૭ ના મળસ્કે ૪ વાગ્યાના અરસામાં રેલ્વે ટ્રેક ઉપર લોખંડ-લાકડાના બે બાંકડા મૂકી અહિંસા એક્સપ્રેસને ઉથલાવવા પ્રયાસ કરાયો હતો. આ અંગે પ.રેલ્વેના સિનીયર સેકશન એન્જીનીયર રેલપથ સુરતએ રેલ્વે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ બાદમાં સુરતના કતારગામ પોલીસ મથકમાં ટ્રાન્સફર થઈ હતી. હજારો યાત્રીઓના જીવને જોખમમાં મૂકનારી આ ઘટનાની તપાસમાં સુરત ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી. દરમિયાન, ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. એમ.એસ.ત્રિવેદી અને ટીમે ઓરીસ્સાના ગંજામ ખાતે જઈ જ્યારે પી.એસ.આઈ. ટી.એ.ગઢવી અને ટીમે સુરતના ઉત્કલનગર અને અશોકનગર ખાતે તપાસ કરી આ પ્રકરણમાં આજરોજ ત્રણની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે બાબલા દુર્જન ઉર્ફે દુર્યોધન દાસ (ઉ.વ.૩૮)(રહે. ૨૧૦૯, અશોકનગર, શહેરી આરોગ્ય કેન્દ્રની બાજુમાં, અશ્વનીકુમાર રોડ, સુરત. મૂળ રહે, ધનપુર, જી.ગંજામ, ઓરીસ્સા), બીરંજી ખંદાળ બહેરા (ઉ.વ.૨૧)(રહે. અશ્વનીકુમાર ઝુંપડપટ્ટી, વરાછા, સુરત. મૂળ રહે, બાલસીરા, જી. ગંજામ, ઓરીસ્સા) અને બલરામ ઉર્ફે મુસા વિજય શેટ્ટી(ઉ.વ.૧૮)(રહે. પટેલનગર, વરાછા, સુરત. મૂળ રહે, નયાસાંઈ, જી. ગંજામ, ઓરીસ્સા)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં ત્રણેયે અન્ય ૧૦ થી ૧૨ વ્યક્તિ સાથે મળી રેલ્વે ટ્રેકની બાજુમાં પડી રહેતા બે બાંકડા રેલ્વે ટ્રેક ઉપર મૂક્યાની કબૂલાત કરી હતી. તેમને બાંકડા રેલ્વે ટ્રેક ઉપર મૂકવાની સૂચના સુરત શહેર અને રેલ્વે પોલીસમાં ગાંજો ઝડપાવાના ઘણા ગુનામાં વોન્ટેડ દિલીપ અર્ચીત પાંડી (રહે. કતારગામ, જી.આઈ.ડી.સી., સુરત. મૂળ રહે, સચીના, જી.ગંજામ, ઓરીસ્સા) એ આપી હતી. ગત દિવાળી અને ત્યારબાદ સુરત પોલીસ-રેલ્વે પોલીસે સંયુક્તપણે કોમ્બીંગ કરી રેલ્વે દ્વારા સુરતમાં લવાતા ગાંજાના વેપારને મોટાપાયે અટકાવ્યો હતો. પોલીસની કાર્યવાહીને લીધે ઉશ્કેરાયેલા દિલીપ પાંડીએ પોતાના સાગરીતોને અહિંસા એક્સપ્રેસને ઉથલાવવા કહ્યું હતું. ક્રાઈમ બ્રાંચે દિલીપ પાંડી અને અન્ય ૮ વ્યક્તિની ઓળખ કરી તેમની શોધખોળ આદરી છે. ગોલ્ડન ટેમ્પલ ઉથલાવવાના કારસાની તપાસમાં બે પોલીસ મથક જોડાયા (પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર સુરત-ઉધના વચ્ચે ટ્રેક ઉપર લોખંડનો પાટો મૂકી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનને ગત શનિવારે મધરાત બાદ ઉથલાવવાની ઘટનામાં પણ સુરત શહેર પોલીસની ઉધના અને લિંબાયત પોલીસ રેલ્વે પોલીસની મદદમાં જોડાઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY