દિલ્હીના કેપ્ટન પદેથી અંતે ગૌતમ ગંભીરનું રાજીનામું

0
128

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,
આઈપીએલની ૧૧મી સિઝનમાં દિલ્હી ડેર ડેવિલ્સના સતત કંગાળ દેખાવ બાદ આખરે અનુભવી બેટ્‌સમેન ગૌતમ ગંભીરે કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધુ છે. ગૌતમ ગંભીરની જગ્યાએ તરત જ શ્રેયસ ઐયરની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. દિલ્હી હવે શુક્રવારના દિવસે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. ગંભીર કેપ્ટન બન્યા બાદ લાગી રહ્યું હતું કે દિલ્હીનો દેખાવ સુધરશે પરંતુ દિલ્હીનો દેખાવ સતત કંગાળ રહ્યો હતો. દિલ્હીએ આ સિઝનમાં છ મેચો રમી છે જે પૈકી માત્ર એકમાં જીત થઈ છે. ગંભીરે કેપ્ટનશીલ છોડી દીધા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ તેનો અંગત નિર્ણય છે. તે ટીમ માટે વધારે યોગદાન આપી શક્યો નથી. તેને નેતૃત્વ કરવાના ભાગરૂપે જવાબદારી લેવાની જરૂર હતી. આ જ યોગ્ય સમય છે. ટીમના નવા કેપ્ટન ૨૩ વર્ષીય શ્રેયસ ઐયરે આઈપીએલની વર્તમાન સિઝનમાં છ મેચોમાં ૩૭ રનની સરેરાશ સાથે ૧૫૧ રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ ૫૭ રનનો રહ્યો છે. પોતાની છેલ્લી મેચમાં શ્રેયસે અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે પણ બાવન રનની ઈનીંગ્સ રમી હતી. ગૌતમ ગંભીર પહેલા કોલકતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે હતો. તેના નેતૃત્વમાં કોલકતા બે વખત આઈપીએલ ચેÂમ્પયન બની હતી. આ વર્ષે શાહરૂખખાનની માલિકીની કોલકતા ટીમે તેને જાળવ્યો ન હતો. જેના કારણે દિલ્લી ડેરડેવીલ્સે તેની પસંદગી કરી હતી. પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ છેલ્લા સ્થાન ઉપર છે. સ્ટાર બેટ્‌સમેન ગૌતમ ગંભીરે આઈપીએલની ૧૧મી સિઝનમાં હજુ સુધી છ મેચોમાં પાંચ ઈનિંગ્સમાં માત્ર ૮૫ રન બનાવ્યા છે. આ ગાળા દરમિયાન તેની સરેરાશ માત્ર ૧૭ રનની રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY