સિમેન્ટ પ્લાન્ટમાં ગોળની હેરાફેરી..!! આર.આર સેલ દ્વારા ૧૧૩૩ થેલી ઝડપાઈ

0
188

વડોદરા,તા.૨૩
વડોદરા આર.આર સેલ દ્વારા બાતમીના આધારે જીલ્લાના દુમાડ ગામ પાસેથી અખાદ્ય ગોળના જથ્થાનો ગેરકાયદે હેરાફેરી ઝડપી પાડી હતી. જેમાં શહેર જિલ્લાના ભાજપના એક નેતાનો જથ્થો હોવાનું ખુલવા પામ્યું છે.
વડોદરા સહિત આસપાસના વિસ્તારમાં દેશી શરાબની હાટડીઓમાં વપરાતા અખાદ્ય ગોળના જથ્થાની કાળાબજારી પુર જાશમાં ચાલી રહી છે.
તંત્ર દ્વારા આવા પ્રકારનો ગોળનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. અંતે રિપોર્ટમાં સેટિંગ કરીને કાળાબજારીયાઓ તંત્રની પકડથી દુર છે.
વડોદરા રેન્જ આર.આર સેલ દ્વારા દુમાડ ગામ પાસે એક રેડી મિક્સ સિમેન્ટ પ્લાન્ટની અંદર ટ્રક ઉભો રાખી અને ગોળ ની થેલીઓ ની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડયા હતા.
આ જથ્થો એક ટ્રકમાંથી ટેમ્પોમાં મુકવામાં આવતો હતો. જ્યારે પૂછપરછ કરતા આ જથ્થો વડોદરાના એપીએમસી ના ડિરેકટર અલ્પેશ શાહનો હોવાનું માલુમ પડ્યું હતું.
આશરે ૧૧૩૩ જેટલી થેલી માં આ ગોળ નો જથ્થો મળી આવ્યો હતોમ જેની ચકાસણી માટે એફ.એસ.એલ ની ટીમ સ્થળ પર બોલાવવામાં આવી હતી. અને ગોળના નમૂના લેવાની કામગીરી આરંભી છે.
વડોદરા એ.પી.એમ.સી ના ડિરેકટર અલ્પેશ શાહ શહેર ભાજપમાં આગળ પડતા નેતા છે. અકોટા વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય સૌરભ પટેલના નિકટના કહેવાતા અલ્પેશ શાહ હાલ તેઓના વિસ્તારમાં વોર્ડ કક્ષાનો હોદ્દો પણ ધરાવે છે. જ્યારે સરકારના નશામુક્ત ગુજરાત ના સૂત્રો વચ્ચે ભાજપના અગ્રણી દેશી શરાબનો કાચો માલ વેચી રહ્યા હોવાની વિગતે ભારે ચકચાર જગાવી છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY