ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ રાજ્યસભામાંથી વિદાય લઇ રહેલા સભ્યોને ગૃહમાં સંબોધિત કર્યા. પીએમ એ જ્યાં પ્રોફેસર કુરિયન જેવા સભ્યોની વિદાયના ફેરવેલ સંબોધનમાં એકબાજુ તેમના કામોને યાદ કર્યાં તો બીજીબાજુ ટોણો મારવાની એક પણ તક ચૂકયા નહીં. પીએમ એ કહ્યું કે અમારામાંથી કેટલાંક સાથી હવે આ અનુભવોને લઇ સમાજસેવાની પોતાની ભૂમિકાને વધુ મજબૂત કરશે. પીએમ મોદીએ ગૃહના ગતિરોધ પર ટોણો મારતા કહ્યું કે ઘણા બધા લોકો હશે જેમની આખરી સત્રમાં ઇચ્છા હશે કે ઐતિહાસિક ભાષણની સાથે વિદાય લે, પરંતુ તેમને આ મોકો મળ્યો નહીં.
આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંય દિવસથી રાજયસભા અને લોકસભા બંને ગૃહોની કાર્યવાહીમાં સતત હોબાળાના લીધે કાર્યવાહી ઠપ જ રહી છે. પીએમ મોદીએ રાજ્યસભામાંથી વિદાય લેનાર સભ્યો અને સંસદના ઉપલા ગૃહમાં કાર્યકાળ સમાપ્ત થનાર સભ્યોને વિદાય આપી.
પીએમએ કુરિયન સિવાય દિલીપ ટર્કી અને સચિનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની કમી ગૃહમાં સાલશે. તેમણે કહ્યું કે પ્રોફેસર કુરિયન અને તેમની મુસ્કુરાહટે સંકટની ઘડીમાં પણ ગૃહને ચલાવામાં અગત્યની ભૂમિકા નિભાવી. ઘણા બધા લોકો હશે જેમની આખરી સત્રમાં ઇચ્છા રહી હશે કે તેઓ કંઇક ઐતિહાસિક ભાષણ સાથે વિદાય લે, પરંતુ જતા-જતા આ સૌભાગ્ય તમને લોકોને મળશે નહીં. તેના માટે આપણા બધાની જવાબદારી છે. સારું તો એ રહ્યું હોત કે જતા પહેલાં તમે મહત્વપૂર્ણ નિર્ણયમાં ઉત્તમ પ્રકારની કામગીરી નિભાવી કોઇ ઉત્તમ વસ્તુને છોડીને જવાની તક મળી ગઇ હોત તો તમને ખાસ સંતોષ થાત.
પીએમ મોદીએ કહ્યું કે ગઇકાલ સુધી લાગી રહ્યું હતું તે જનાર સભ્યોને પોતાની ભાવનાઓ પ્રકટ કરવાની તક મળી શકશે નહીં. પીએમે કહ્યું કે તેના માટે ચેરમેને ઘણી મહેનત કરી, સૌને સાથે લેવાનો પ્રયાસ કર્યો. પીએમે કÌšં કે તેમ છતાંય ઐતિહાસિક પળોમાં ભાગીદારી નિભાવાથી કેટલાંક સભ્યો ચૂકી ગયા. પીએમએ ટ્રિપલ તલાક બિલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સભ્ય આ ઐતિહાસિક નિર્ણયનો હિસ્સો બની શકશે નહીં. તેમની કોઇને કોઇ કસક આજે નહીં તો ૨૦-૨૫ વર્ષ બાદ પણ ચોક્કસ રહેશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"