જીએસટીમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એક વર્ષ સુધી ઈન્સેન્ટિવ નહીં મળે

0
83

અમદાવાદ,તા.૯
સરકારે નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધે તે માટે જારદાર પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ એકયા બીજા કારણસર સરકારને તેમાં ધારી સફળતા મળી ન હતી. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને જીએસટીમાં રાહત મળી શકે છે તેવી ચર્ચા છેડાઇ હતી, પરંતુ જીએસટી કાઉન્સિલની પેનલે એક વર્ષ સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે વધારાના ટેક્સ ઈન્સેન્ટિવ ઓફર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
બિહારના નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન સુશીલકુમાર મોદી કાઉન્સિલને આ ભલામણ સુપરત કરશે. મોદીએ વધુમાં જણાવ્યું કે એક વર્ષ પછી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવ અંગે ભલામણ કરવાનું વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનોના જૂથે એક વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ઈન્સેન્ટિવઓફર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારને બે ટકાની રાહત અથવા એક ટ્રાન્ઝેક્શન પર વધુમાં વધુ ૧૦૦ રૂપિયાની છૂટ હાલ લાગુ નહીં કરવાની કમિટી દ્વારા ભલામણ કરાઇ હતી. દરમિયાન રિવર્સ ચાર્જ મિકેનિઝમ અંગે સુશીલકુમાર મોદીની અધ્યક્ષતામાં બનેલી પેનલે જીએસટી કાઉન્સિલને નોંધાયેલી વ્યક્તિઓને નોટિફાય કરવાની ભલામણ કરી છે. બંને પેનલની ભલામણ આગામી ૨૧ જુલાઇએ મળનારી જીએસટી કાઉન્સિલની બેઠક સમક્ષ મૂકવામાં આવશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જીએસટીની આવકમાં હજુ ઘટ પડી રહી છે. કેટલાક વેપારીઓ દ્વારા કરચોરી કરાય છે તો કેટલાક વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ટેક્સ ક્રેડિટ પણ મેળવાઇ રહી છે આવા સંજાગોમાં લક્ઝુરિયસ ચીજા પર લેવાતા ૨૮ ટકા ટેક્સમાં રાહત આપવાની શક્યતા ઓછી છે. એટલું જ નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એક વર્ષ સુધી ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે નહીં.
પ્રાપ્ત થતી માહિતી મુજબ એક વર્ષ બાદ આવકમાં સ્થિરતા આવ્યા બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં રાહત અપાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે સરકારને જીએસટી અંતર્ગત એક લાખ કરોડથી પણ વધુની આવક મેળવવા માટે હજુ પણ મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY