નજીકના સમયમાંજ ગુજરાત IPS કેડર ના અધિકારીઓ ની બઢતી અને બદલી નો દોર થઈ શકે છે

0
208

ગૃહ વિભાગના અંતરંગ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર 1993 બેચને આઈજીમાંથી એડીજીમાં 2000 બેચના ડીઆઈજીને આઈજીમાં તેમજ 2004 બેચના એસપી રેન્કના અધિકારીઓની ડીઆઈજીમાં બઢતી આપવામાં આવશે. 1993 બેચના સુરત રેન્જ આઈજી જી એસ મલિક, એસીબીના અધિક નિયામક હસમુખ પટેલ, અમદાવાદ ટ્રાફીકના સંયુક્ત પોલીસ કમિશનર ડો. નિરજા ગોત્રુરાવ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટને આઈજીમાંથી એડીશનલ ડીજીમાં બઢતી આપવામાં આવશે. તેવી જ રીતે 2000 બેચના પોલીસ કરાઈ એકેડેમીના અધિક નિયામક નિપુના તોરવણે, જુનાગઢ પોલીસ તાલીમ શાળાના પ્રિન્સિપાલ એમએ એમએચ અનારવાલા અને સુરતના અધિક પોલીસ કમિશનર ડી બી વાઘેલાને ડીઆઈજીમાંથી આઈજીમાં બઢતી આપવામાં આવશે અને 2004 બેચના ભરૂચ એસપી સંદીપ સિંગ, ગૌતમ પરમાર, સીઆઈડી ક્રાઈમના એસપી સચિન બાદશાહ અને એસઆરપીના કમાન્ડન્ટ એચ આર મુલિયાને ડીઆઈજીમાં બઢતી મળશે. ઉપરાંત પોલીસ આવાસ નિગમ, એસઆરપી અને હોમગાર્ડમાં ડીજી રેન્કના અધિકારીઓની જગ્યાઓ ખાલી છે, અમદાવાદ, વડોદરા, સુરત શહેરમાં પણ ઘણા અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે. ત્રણ વર્ષ કરતાં વધુ સમય એક જિલ્લામાં રહ્યા હોય તેવા એસપી રેન્કના અધિકારીઓની પણ બદલીઓ થવાની સંભાવના છે. રાજકોટ રેન્જ ડીઆઈજી ડી એન પટેલની પણ બદલી થવાની શક્યતા છે.
પ્રતિનિધિ ગાંધીનગર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY