રાજપીપલા સહીત નર્મદામાં બેખોફ ચાલતા દારૂ જુગારના ધંધા કેમ અટકતા નથી …?!(પ્રશ્ન સમગ્ર ગુજરાત ને લાગુ પડે તેમ છે)

0
145

પોલીસ છાપા મારશે..? બાતમીદાર ની સુરક્ષા કેટલી…? ક્યાં ક્યાં આ ધંધા ચાલુ છે કે ચાલતા હતા એ પોલીસ જાણતી નથી..? કે  ઉપરી અધિકારીયોને ગેરમાર્ગે દોરી કોઈ પોતાના રોટલા રડે છે …?

રાજપીપલા: રાજપીપલા સહીત નર્મદા જિલ્લા માં ચાલતા દારૂ જુગાર ના ધંધા બંધ કરવા જયારે જયારે ઉપર થી સકંજો કસાય છે ત્યારે ત્યારે લોકલ પોલીસ આ બાબતે સજાગ થાય છે અને એક પછી એક ગુના પોલીસ ચોપડે નોંધાય છે તો શું એ પેહલા ક્યાં આ ધંધા ચાલે છે કે ચાલતા હતા એ વાત થી પોલીસ સ્ટાફ ના અમુક વ્યતિઓ અજાણ હતા …? કે પછી ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોરી પોતાના રોટલા સેકાતા હતા …?

છેલ્લા એક મહિના થી નર્મદા પોલીસ રોજ બે ત્રણ જુગાર કે દારૂ ને ઝડપી કેશો કરે છે છતાં હજુ રોજ આખા જિલ્લા માં બેખૌફ આ વેપલો ચાલે છે તો શું પોલીસ બાતમી મળ્યા બાદજ પોતાની કામગીરી બતાવે છે …? શું જે તે પોલીસ સ્ટેશન ની જવાબદારી માં બેનંબરી ધંધા ની શોધખોળ કરવી નથી આવતી..? ત્યારે બીજો સવાલ એ પણ થાય છે કે બાતમી આપનાર વ્યક્તિ ની સુરક્ષા કેટલી …? શું જિલ્લા માં બધાજ બાતમી લેનારા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ ઈમાનદાર હશે …? અને જો હોય તો અત્યાર સુધી આ બેખૌફ ચાલતો વેપલો કેમ પકડાતો ન હતો અગાઉ શાંતિ સમિતિની મિટિંગો માં કેટલાક આગેવાનો દ્વારા આ બાબતે રજૂઆતો પણ કરાય હતી તેમજ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પણ આ વેપલા બંધ કરાવવા જણાવાયું હતું તેમ છતાં રોજે રોજ પકડાતા અડ્ડાઓ ક્યાં થી કે કોની મેહરબાનીથી શરુ થાય છે …? જિલ્લા પોલીસ વડા સહીતના અમુક પોલીસ અધિકારીઓ આ માટે કંઈક આયોજન કરી ચોક્કશ જગ્યા પર ચીટકેલાં કેટલાક સ્ટાફ માં બદલાવ લાવે તો પરિસ્તિથીમાં સુધારો થઈ શકે એમ લાગી રહ્યું છે .નહિ તો અગાઉની જેમ કેશો નો ટાર્ગેટ પૂરો કરવા આવા તાયફા અમુક સમય સુધી ચાલતાંજ રહેશે .

  1. રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY