ગુજરાતમાં દારૂબંધી..!! કુરીયરના પાર્સલમાં દારૂની હેરાફેરી, ૮૬૪ બોટલ જપ્ત

0
115

સુરત,
તા.૮/૫/૨૦૧૮

દિલ્હીગેટ બેલ્જીયમ સ્કવેર સ્થિત કુરીયર કંપનીની ઓફિસમાં અજાણ્યો વ્યક્ત ૧૨ પાર્સલ વેરાવળ મોકલવા બે દિવસ અગાઉ મુકી જતાં મેનેજરને શંકા ગઇ હતી. આથી તેણે પોલીસને જાણ કરતાં પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી પહેલા તપાસ કરાવ્યા બાદ તમામ પાર્સલો ખોલતાં તેમાંથી રૃ. ૪૩,૨૦૦ની કિંમતની દારૃની ૮૬૪ બોટલો મળી આવી હતી. એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ સહદેવભાઇને દિલ્હીગેટ લિનિયર બસ સ્ટેન્ડની સામે બેલ્જીયમ સ્કવેરના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી જીએમએમ વર્લ્ડ વાઇડ એક્સપ્રેસ પ્રા.લિ.ના પાર્સલ ઓફિસના મેનેજરે જાણ કરી હતી કે, તેમની ઓફિસમાં બે દિવસ અગાઉ એક હાથ કપાયેલો હતો તેવો અજાણ્યો વ્યક્તિ ૧૨ નંગ પાર્સલ વેરાવળ મોકલવા માટે મુકી ગયો છે પરંતુ તેનો સંપર્ક કરવા છતાં તે ફોન ઉંચકતો નથી.

પાર્સલમાં કંઇક શંકાસ્પદ લાગે છે. આ હકીકતને પગલે એસઓજી પીએસઆઇ એસ.એસ. દેસાઇ અને ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે ત્યાં દોડી ગઇ હતી અને પાર્સલ ઓફિસના ગોડાઉનમાં રાખેલા શંકાસ્પદ પાર્સલોનું પ્રથમ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ચેકીંગ હાથ ધર્યું હતુ. ચેકીંગમાં કોઇ વિસ્ફોટક પદાર્થો ન જણાતા એસઓજીએ તમામ પાર્સલો ખોલ્યા તો તેમાં સંતાડેલી રૃ. ૪૩,૨૦૦ની કિંમતની દારૃની ૮૬૪ બોટલો મળી આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY