ગુજરાતને પાણીદાર બનાવવું છે : રૂપાણી

0
99

ગાંધીનગર,
તા.૩/૫/૨૦૧૮

સીએમ વિજય રૂપાણીએ સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણી શેરથા ગામે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જળ સંચય માટે રાજ્યભરમાં સરકાર દ્વારા મુહિમ ચલાવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શેરથા ગામમાં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શેરથા ગામે જાહેર સભાને સંબોધન કર્યું છે. જેમાં સુજલામ સુફલામ યોજનાને લઇને પાણીના બચાવ અંગે જણાવ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શેરથા ખાતે સંબોધન કરતાં કહ્યું કે શેરથા ગામે તળાવ ઊંડુ કરવાના કામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જળ સંચયનું અભિયાન જનતાની સાથે જન અભિયાન બન્યું છે. જેના કારણે આસપાસના ખેતરોમાં ભૂગર્ભ જળના તળિયા ઊંચા થશે.

આમ આ અભિયાનના કારણે ખેતી માટે આ પાણી વધુ ઉપયોગી બનશે. પાણી વિકાસનો આધાર છે, જા પાણી નહીં હોય તો વિકાસ અટકી પડશે. ડ્રિપ ઇરીગેશનનો ઉપયોગ થાય છે. કામો શરૂ થઇ ગયા છે વરસાદ પહેલા કામો પૂર્ણ કરી દેવામાં આવશે. સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતને પાણીદાર બનાવવું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ સુફલામ યોજનાને લઇને નિવેદન આપ્યું છે. આ યોજના હેઠળ તળાવ ઊંડા કરવાનું કામ શરૂ થયું છે. ગુજરાતમાં બે હજાર કામો શરૂ થયા છે. પ્રજાનો સહકાર છે, જળ અભિયાન સફળ થશે. જેના કારણે પાણીની સમસ્યા નિવરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY