ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સલાહ આપી છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણી ૬ દિવસના ઇઝરાયલ પ્રવાસે જવાના છે તે દરમ્યાન ૬ દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રીનો ચાર્જ નાયબ સીએમ નીતિન પટેલને આપવામાં આવશે. એટલે કે ૬ દિવસ માટે તે ગુજરાતના મુખ્યમંત્રી બનશે.
આ સમયે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે નીતિન પટેલને સલાહ આપી છે કે નાયક ફિલ્મમાં એક દિવસ નો મુખ્યમંત્રી ઘણું બધું કરી જાણે છે અને પુરા પાંચ વર્ષ મુખ્યમંત્રી પણ બની જાય છે.નીતિનભાઈ પટેલને તો પુરા ૬ દિવસ મળ્યા છે. અનામત,શહીદ પાટીદારોને ન્યાય,નિર્દોષ યુવાનો પર થી રાજદ્રોહ સહીત ના કેસો પાછા ખેંચીને પુરા પાંચ વર્ષ મુખ્યમંત્રી બની જાઓ.
હાર્દિક પટેલે આ સલાહ આપતા જ પાટીદાર અનામતને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં પણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી અનામત આંદોલન દરમ્યાન માર્યા ગયેલા શહીદોને ન્યાય અપાવવા માટે પાલનપુરમાં પાટીદાર અગ્રણી લાલજી પટેલના નેતુત્વમાં ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં પાસના પૂર્વ કન્વીનર અને દિનેશ બાંભણીયા પણ જોડાયા હતા.આ ઉપરાંત હાર્દિક પટેલ પણ આ ધરણાંમાં હાજરી આપી હતી.
આ ઉપરાંત ગુજરાતમાં ૨૪ જુનના રોજથી પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલા શહીદોને ન્યાય અપાવવા માટે શહીદ યાત્રા પણ નીકળવાની છે. જેના પગલે હાલ ગુજરાતમાં પાટીદાર અનામત અને શહીદોના ન્યાયના લઈને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે હાર્દિક પટેલની આ સલાહ ગુજરાતના રાજકારણમાં નવા વિવાદો ઉભા કરશે તે ચોક્કસ છે.
રિપોર્ટર
બ્રિજેશ રાઠોડ
9376193130
ગાંધીનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"