પોલીસને ગુલામ સમજનાર રાજકારણીઓએ માનસિકતા બદલવાના દિવસો આવી ગયા

0
174

ગુજરાત પોલીસને વિનયના પાઠ શીખવનારા અધિકારીઓ એ હવે કાયદા પ્રત્યે અને ફરજ નિષ્ઠા પ્રત્યે કડક અભિગમ અપનાવવો જ રહ્યો.કોરોના મહામારીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના જીવ હોડમાં મૂકી સેવા આપનાર પોલીસ પ્રત્યે સમજવુ અને સૌહાર્દ દાખવવું રહ્યું.
એક બનેલ ઘટનામાં ખુદારી અને ખમીરીનો અનુભવ રાજકારણીને થયો છે.નાના અમલદાર સાથે ગેરવર્તણૂક કરનાર ને જાહેરમાં ખખડાવનાર એ પોલીસ કર્મીની હિંમતને દાદ દેવી ઘટે કેમકે નાના કર્મીને બદલીની કે મલાઈવાળી જગ્યાની પડી હોતી નથી .પોલીસબેડામાં એક અનુભવ પ્રમાણે રાજકારણીઓની છત્રછાયા માં બદલી કરાવી મલાઈદાર જગ્યાની લાલચે ક્યારેક સ્વમાન નેવે મુકાતું જ જોવા મળેછે અને રાજકારણી,નેતા કે તેમના મળતીયાઓની સરભરા કરવી પડતી હોય છે અને ત્યારે કોઈક પ્રામાણિક નાના કર્મચારી સાથે તેની સીમા બહાર અભદ્ર વર્તન થાય ત્યારે અકળાઈ ઉઠે છે કેમકે તેને તો નોકરી કરતા કાયદોને વ્યવસ્થા વધારે વ્હાલી હોય છે પરંતુ કેટલાક મોટાગજાના અમલદારને રાજકારણની શરમ નડતી હોય ત્યારે હવે ગુજરાત પોલીસના કર્મઠ ડીજીપીએ પણ કાયદા પાલન માટે કડક સૂચના આપ્યેજ છુંટકો જેથી પોલીસનું ગૌરવ અને સ્વાભિમાન જળવાય અને રાજકારણીઓ કે તેમના વ્હાલા માપમાં રહે અન્યથા જો કર્મચારીઓનું જાહેરમાં અપમાન થાય તો કેટલાક સ્વમાનીઓ રાજીનામાં ધરીદે તો નવાઈ નહીં

ધનંજય ઝવેરી 9978406257

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY