ગુજરાત સરકારઃ આગામી વર્ષ માટે રૂ.૪૦૦૭ કરોડની વીજ સબસીડી અપાશે

0
157

ગાંધીનગર,તા.૨૮/૦૨/૨૦૧૮

વિધાનસભામાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું છે કે, સરકારની ખેડૂત હિતલક્ષી નીતિના કારણે ખેડૂતો સમૃદ્ધ થયાં છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૫,૬૦૪ ખેડૂતોને વીજ કનેકશનો પૂરા પડાયાં છે.

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કૃષિ વિષયક જાડાણના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે ખેડૂતોને વીજદરમાં રાહત આપવા ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યૂલેટરી કમિશન દ્વારા ભાવવધારો કરવામાં આવે તો પણ ખેડૂતો માટે વીજ દરમાં વધારો કરાતો નથી. ૧.૫ લાખથી વધુ હોર્સ પાવરની મોટર પર ૨,૪૦૦/- હોર્સ પાવર દીઠ વસૂલ કરાય છે. ૭.૫ હોર્સ પાવરથી નીચે હોય તો ૬૬૫ અને ૭.૫ હોર્સ પાવરથી ઉપરની મોટર હોય તો રૂ.૮૦૭ સબસિડી અપાય છે. બંને જિલ્લામાં ૭૦.૪૦ કરોડની રકમ માફ કરવામાં આવી છે.

૧૯૬૦થી ખેડૂતો પાસેથી ઇલેક્ટ્રસિટી ડ્યૂટી લેવાતી હતી પરંતુ ભાજપ સરકારે ઇલેક્ટ્રસિટી ડ્યૂટી માફ કરવામાં આવી છે. આ માટે આગામી વર્ષમાં
રૂ.૪૦૦૭ કરોડની સબસિડી માટે જાગવાઇ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ૧૪,૫૫૫ અરજીઓ મળી હતી તે પૈકી ૧,૭૪૫ વીજ જાડાણો આપી દેવાયા છે અને ૧૦,૧૯૭ બાકી છે. તે જ રીતે પાટણ જિલ્લામાં ૨,૩૫૦ અરજીઓ મળી હતી તે પૈકી ૩૮૯ કનેકશન આપી દેવાયા છે અને ૧,૦૯૮ પેન્ડીંગ છે. બંને જિલ્લામાં તત્કાલ વીજ જાડાણ પણ ૧૬-૧૬ આપી દેવાયા છે. આ બંને જિલ્લામાં ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે ૧૯૩ સબ-સ્ટેશનો છેલ્લા ૧૫ વર્ષમાં જ બન્યાં છે. ખેતી વિષયક વીજ જાડાણ આપવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ હેતુ માટે પ્રતિવર્ષ નવી ઉભી કરવાની થતી માળખાગત સુવિધા, વીજ વિતરણ વ્યવસ્થા અને વીજતંત્ર પર પડનાર બોજા ધ્યાને લઇને પડતર અરજીઓને અગ્રતાક્રમે શક્ય તેટલી ઝડપથી નિકાલ કરીને ખેડૂતોને વીજ કનેકશન પુરા પાડવામાં આવશે તેમ જણાવાયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY