નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના જણાવ્યા મુજબ.
રાજ્યના કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્તને પ્રથમ ૪૮ કલાક સુધી વિનામુલ્યે સારવાર
અકસ્માત સ્થળથી નજીકના કોઈપણ સ્થળે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર પૂરી પડાશે.
ઈજાગ્રસ્તની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય અકસ્માતગ્રસ્ત પ્રત્યેક દર્દીને રૂ. ૫૦૦૦૦ સુધીની નિઃશુલ્ક સારવાર.
આ લાભ ગુજરાતના , ગુજરાત બહારના કે વિદેશી નાગરિકોને લાભ મળશે.
ખાનગી હોસ્પિટલો એ સારવાર ના નાણા દર્દી પાસે લેવાના બદલે બીલ જીલ્લાના મુખ્ય તબીબી અધિકારી / અધિક્ષક ને રજુ કરવાનું રહેશે.
ડ્રેસિંગ, સ્ટેબીલાઈઝેશન, ફ્રેકચર, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે, સીટી સ્કેન, એમ.આર.આઈ, અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સફયુઝન, ઓપરેશન, આઈ.સી.યુ, સારવાર સહિતનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિર્ણય આવકારદાયક અને અભિનંદન ને પાત્ર છે પણ
તબીબી ક્ષેત્રે થતા ભ્રષ્ટચાર
થી સૌ વાકેફ છે ત્યારે આ મહત્વ પૂર્ણ જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી છે ત્યારે સરકારે યીજના માં ભ્રષ્ટચાર ન થાય તે જોવું રહ્યું અન્યથા દર્દી ની સારવાર ના ભોગે ખાનગી હોસ્પિટલ ને બખા ના થાય તે જોવું રહ્યું.
અત્રે એવો કાયદો પણ બનાવવો જરૂરી છે કે ગુજરાત ની મેડિકલ કોલેજ માંથી જેટલા ડોક્ટર અભ્યાસ પૂર્ણ કરી બહાર આવે તેમને ફરજીયાત ગુજરાત માં ફિક્સ પગારે સરકારી દવાખાના માં ત્રણ વર્ષ સેવા આપવી અને બહાર થી અભ્યાસ કરી ગુજરાત માં તબીબ તરીકે કામ કરવું હોય તો પણ આજ નિયમ કાગુ કરવો સાથે સાથે કેન્દ્ર સરકારે પબ્લિક સર્વિસ ની જેમ ડોકટરી ની ફાળવણી પણ રાજ્યો ને કરવી જેથી તબીબી ક્ષેત્રે પણ અસમાનતા દૂર થાય તેવો ગણગણાટ પ્રજા માં થઇ રહ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"