ગુજરાત શર્મસાર : વિધાનસભામાં ધારાસભ્યોની ગુંડાગર્દી,મા-બેન સામી ગાળાગાળી

0
5926

ગાંધીનગર,
તા.૧૪/૦૩/૨૦૧૮

લોકશાહીના લીરા ઉડ્યા,કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપના ધારાસભ્યને માઈક માર્યુ

આસારામ કેસના રિપોર્ટને ગૃહમાં રજૂ કરવા મુદ્દે બોલાચાલી થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું,ભાજપના ધારાસભ્યોએ લોબીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ઘેરીને માર માર્યો,કોંગ્રેસના બે ધારાસભ્યો ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

ગુજરાત વિધાનસભાના માનનીય ધારાસભ્યોએ આજે લોકશાહીને લાંછન લગાડતી ઘટનાને આકાર આપ્યો હતો. પોતાને બોલવા દેવાતાં નથી તેમ જણાવી સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને પટ્ટો ફટકારી માર માર્યો હતો. તો વિક્રમ માડમે માઇક તોડી નાંખ્યું હતું.

આ મારામારીમાં ભાગ લેનાર અન્ય એક ધારાસભ્ય પણ હતાં રાજુલાના અમરિશ ડેર. ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને માર મારનાર કોંગ્રેસી ધારાસભ્ય દૂધાત સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે, જ્યારે અન્ય બે ને દિવસ પૂરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં હતાં. આ ઘટના બાદ ૧૦ મિનિટ માટે ગૃહની કાર્યવાહી ઠપ થઇ ગઇ હતી અને ભારે શોરબકોરના દ્રશ્ય સર્જાયાં હતાં.

આ મામલે ભાજપના ધારાસભ્યોએ સ્પીકર ચેમ્બરમાં જઇને પોલિસ ફરિયાદ નોંધાવવા ઉગ્ર રજૂઆતો કરી હતી. તો, સામે વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રતાપ દૂધાત સહિતના કેટલાક ધારાસભ્ય સેક્ટર ૭ના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં. વિધાનસભા સેક્રેટરીએ ગાંધીનગર પોલિસ અધિક્ષકને ફોન કરીને બોલાવ્યાં હતાં.

ઘટના બાદ બંને પક્ષોના નેતાઓ ધારાસભ્યો દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો. જેમાં આસારામ કેસના રીપોર્ટને ગૃહમાં રજૂ કરવા અંગે બોલાચાલીથી મામલો વકર્યો.

બોલાચાલીથી મામલો વકર્યો હોવાનું જણાવાયું હતું તો દૂધાતે જણાવ્યું કે માબહેન સમાનની ગાળો બોલવામાં આવતાં મેં ઉશ્કેરાઇને આ પગલું ભર્યું હતું.

ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ગૃહમાં જગદીશ પંચાલે અપશબ્દો બોલતા પ્રતાપ દુધાત અકળાઈ ઉઠ્યા હતા અને ત્યાર બાદ તેમણે માઈક તોડી હસમુખ પટેલ તથા જગદીશ પંચાલ પર હુમલો કર્યો હતો. પ્રતાપ દુધાતે જગદીશ પંચાલ પર બેલ્ટથી હુમલો કર્યો હતો.

આ ઘટનાને પગલે વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ ધારાસભ્યો ગૃહ બહાર આવી રહ્યા હતા ત્યારે, ભાજપના ધારાસભ્યોએ લોબીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ઘેરીને માર માર્યો હતો.
અમરીશ ડેરને ૭ થી ૮ ભાજપના સભ્યોએ માર માર્યો હતો. આ મારા મારીમાં હર્ષ સંઘવી,અરવિંદ રૈયાણી , ડીંડોલ, રમણ પટેલ સામેલ હતા. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, મને કોંગ્રેસના સભ્યોએ મારી નાખવાની ધમકી આપી.

લોકશાહીને લાંછન લગાવતી આ શરમજનક ઘટના બન્યા બાદ આ બાજુ કોંગ્રેસના સભ્યોએ મીટિંગ કરી હતી. તો બીજી તરફ મુખ્યમંત્રી રૂપાણીએ પણ અધ્યક્ષ સાથે આ મામલે પોલીસ ફરિયાદ કરવી કે નહીં તેને લઈ ચર્ચા થઈ હતી. આ સમગ્ર મામલે હવે સીસીટીવીની તપાસ કરવામાં આવશે અને આકરા પગલા લેવા કે નહીં તે મુદ્દે વિચારણા હાથ ધરાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY