ગુજરાત ની ચૌદમી વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાના રાવપુરાના ભાજપ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદની ચુંટણી માટે આવતીકાલે ફોર્મ ભરશે. આ અંગે ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેની વિધિવત જાહેરાત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદ માટે રાવપુરાના ધારાસભ્ય અને ધારાશાસ્ત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના નામની જાહેરાત કરી હતી. વાઘાણીએ જણાવ્યું કે , મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ત્રિવેદી આવતીકાલે સવારે અગિયાર કલાકે વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સાથીઓ અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં અધ્યક્ષપદ માટેનું ફોર્મ ભરશે . વાઘાણીએ કોંગ્રેસ પક્ષને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી બિનહરીફ થાય તે માટે વિનંતી કરી.
ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ તરીકે છેલ્લા ઘણા દિવસથી ભુજના ધારાસભ્ય નીમા બહેન આચાર્ય અને વડોદરાના રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના નામ ચર્ચામાં હતા. જો કે હાલમાં જ વિધાનસભામાં શપથગ્રહણ કાર્યક્રમમાં સરકારે પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય નીમા બહેન આચાર્યની નિમણુક કરી હતી. તેમજ તેમણે ધારાસભ્યોને શપથ પણ લેવડાવ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"