- ગુજરાત માં છેલ્લા કેટલાક દિવસ થી જાણે પોલીસે પોતાના પર વર્ષોથી લાગેલું દારૂબંધી નું ઢીલું અમલીકરણ અને હપ્તાખોરી જેવી કાળી ટીલી ની દૂર કરવાનો આવકારદાયક અને સફળ પ્રયાસ આદર્યો છે ત્યારે આ મુહિમ કેટલો સમય સફળ રીતે અવિરત ચાલશે
તેતો આવનારો સમયજ બતાવશે
પરંતુ આ ચળવળ ને કારણે શુ ગુજરાત નો દારૂ નો વપરાશ બંધ થશે? શુ વરસો થી પડેલી લત રાતોરાત સુધરી જશે? જવાબ મળશે ના ,તો શું થશે? ઈંગ્લીશ પીનારો દેશી પીશે.કયાતો જેમ અન્ય નશા જેમકે ચરશ ગાંજો અફીણ.કોકેન ખબર નઈ બીજા કેટલાય નસાના બનધાણીઓ હાલ છે તેમાં વધારો થઈ શકે છે!
હાલ માં જ અમદાવાદ થી ચરસ નો જથ્થો પકડાયો એ બતાવી આપે છે કે અન્ય નશીલા પદાર્થો નું સેવન પંજાબ ની જેમ ગુજરાત માં પણ વકર્યું છે પણ જાહેર નહિવત થાય છે તંત્ર ને ભરણ તો આ ડ્રગના ધંધા માંથીય કદાચ આવતું હોય પણ તે જાહેર માં ચર્ચાતું નથી ચર્ચાય છે તો માત્ર દારૂ ની હપ્તાખોરી !
વલસાડ તાપી ભરૂચ વડોદરા રૂરલ દાહોદ સાબરકાંઠા બનાસકાંઠા ગિરસોમનાથ ડાંગ જિલ્લાના પોસ્ટિંગ ના લાખો કોણ લે છે?
સુરત વડોદરા અમદાવાદ રાજકોટ માં પોસ્ટિંગ ના કેટલા લેવાય અપાય છે તેની ચર્ચા નથી કરવી વળી પોલીસ સ્ટેશનો માં પોસ્ટિંગ માં પણ એમનેમ તો ન જ થાય? અને તોય કરોડો નો દારૂ પકડાય અને વર્ષે બે વર્ષે નાશ કરવાની મથામણ! શુ હાલ માં ગુજરાતીઓ જે દારૂ પીએ છે તે મહારાષ્ટ્ર માં કે અન્ય રાજ્યો માં વેચાતા દારૂ કરતા શ્રેષ્ઠ છે? જવાબ એકજ મળે કચરા જેવો!! અને તોય ભાવ ડબલ ,વળી છાનેછપને વેચવાનો ને પીવાનો ને આ ગુજરાત માં વેંચતા દારૂ પર ટેક્સ નહિ તંત્ર નો હપ્તો!!! એનો મતલબ એ થાય કે રાજ્ય સરકાર ની આવક નિજી ગજવામાં જાય તો ભ્રષ્ટચાર કહેવય કે નઇ ? વળી આ કરોડો નો દારૂ પીવાય કે વેચાય કે તેમાંથી જે આવક થાય(ગમેતેને) તે નાણું કાળું કે સફેદ!? મરલાબ એ કે રાજ્ય ની આવક ઓછી હોવાની વાત ને સ્વીકારી આવક ના સાધન વધારવા હોય તો દારૂ કાયદેસર ની પરવાના વાળી દુકાનો બનાવી તેના પરથી વેચાય તો સરકાર ને ટેક્સરૂપી આવક મળે ગુજરાતીઓને શુદ્ધદારૂ મળે અને બિચારી પોલીસ આગુનાખોરી
ડામવાના કાર્ય માં જે રાતદિવસ વ્યસ્ત રહે છે તેને થોડો આરામ મળે અને અન્ય ગુન્હા ની તપાસ સારીરીતે ઝડપ થી થાય
આ માટે જાહે મત પણ લેવાવો જોઈએ .જેથી કાયદો બની શકે કે હવે થી પરવાના વાળી દુકાનો પર થીજ પ્રજાએ દારૂ ખરીદવો .અન્ય જગ્યા એ થી ગુજરાત ના બારકોડ વગર નો દારુ ઓએકડાય તો સજા ને પાત્ર ગણાય.આમ કઈક થાય તોજ પ્રજા માપ માં શુદ્ધ દારૂ નું સેવન કરે સરકાર ને આવક મળે ને પોલીસ ને માથે થી હપ્તાબાજ નું લેબલ દૂર થાય
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"