આઇ.કે.જાડેજાએ ગુણસવેલ અને તરભોણ ગામની તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

0
86

સુરત,શુક્રવાર:
સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જળ સંચય અભિયાન અંતર્ગત મહુવા તાલુકાના ગુણસવેલ અને બારડોલી તાલુકાના તરભોણ ગામની મુલાકાત લઈને તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જાડેજા સાથે સુરત અને તાપી જિલ્લા જળસંચય અભિયાનના કન્વીનર ધારાસભ્ય પૂર્ણેશ મોદી જોડાયા હતા.
આ પ્રસંગે આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પાણીની અછતને પહોંચી વળવા માટે ચોમાસાના આગમન પહેલા આગોતરા આયોજનના ભાગરૂપે જળ-સંચય માટે રાજ્યભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધર્યું છે. આ ઝુંબેશથી તળાવો ઊંડા કરવાના ૧૦,૦૦૦ થી વધુ કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. જે મુજબ સુરત જિલ્લાના ૪૫ જેટલા તળાવો/ચેકડેમો ઊંડા કરવાના કામોનો શુભારંભ થઈ ચૂક્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
જાડેજાએ ઉમેર્યું કે જનભાગીદારીને યથાર્થ રીતે જોડીને લોકહિતના કાર્યોમાં ઉત્તમ પરિણામ મેળવી શકાય છે એ આ જળ અભિયાન દ્વારા સાબિત થયું છે. ગુજરાતની કુલ જળસંપત્તિનો ૬૮ ટકા હિસ્સો માત્ર દક્ષિણ ગુજરાત જ ધરાવે છે, ત્યારે આ જળસમૃદ્ધિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને વધુને વધુ પાણી બચાવી જળ અભિયાનના હેતુને સિદ્ધ કરવા સહયોગ આપે તેવી અપેક્ષા જાડેજાએ વ્યક્ત કરી હતી. જળશક્તિ એ દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિના મૂળમાં છે. જેથી જળ અભિયાનમાં ગામની વિવિધ મંડળીઓ, આંગણવાડી, શાળા અને સહકારી સંસ્થાઓને સામેલ કરી જનભાગીદારીને વધુ અસરકારક બનાવવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
જળ અભિયાનની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા ગ્રામજનો ખભે-ખભા મિલાવી કાર્ય કરે તેમ જણાવી જાડેજાએ તળાવ ઊંડું ઉતારવાનું કાર્ય સંપન્ન થયા બાદ તળાવ આસપાસ વૃક્ષારોપણ કરી આહ્લાદક વાતવરણનું નિર્માણ કરવા અને તળાવને ગામ માટે નજરાણા સમાન બનાવવાનું પણ આ વેળાએ સુચન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ગુણસવેલના સરપંચ મતી રંજનબેન રાઠોડ, તરભોણના સરપંચ મતી આશાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ) એચ.એલ. જોશી, મહુવા તાલુકા વિકાસ અધિકારી એસ.ડી.પડસાળા, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લલિતાબેન પટેલ, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સહિત ગુણસવેલ અને તરભોણના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY