ગુંદીયા આશ્રમશાળાના નવા મકાનનું લોકાર્પણ કરતા આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર

0
90

ધરમપુર:
ગ્રામ સેવાસભા ધરમપુર સંચાલિત ગુંદીયા આશ્રમશાળાના રૂા.૩પ.૩પ લાખના ખર્ચે નવનિર્મિત સુવિધાયુક્તા મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તેર કરાયું હતું.
આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુંઆ હતું કે, આદિવાસી વિસ્તા્રોમાં મહત્તમ વિકાસકાર્યો થાય, શૈક્ષણિક સંસ્થાિઓમાં સારું શિક્ષણ મળે સારી સુવિધા મળે તે માટે સરકારે કમર કસી છે. શિક્ષણમાં સુધારો લાવવાના પ્રયાસના ભાગરૂપે શિક્ષકો નિયમિતપણે શાળામાં હાજરી આપે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનોના સહકારની અપેક્ષા તેમણે વ્યિક્તા કરી હતી. સરિતા ગાયકવાડે દેશ-દુનિયામાં આદિવાસીઓનું નામ રોશન કર્યું છે, તેમાંથી પ્રેરણા લઇ આ વિસ્તામરના બાળકો પણ ઉચ્ચત શિખરે પહોંચે તેવી આશા તેમણે વ્ય ક્તે કરી હતી. આદિજાતિ વિસ્તા રોની રૂબરૂ મુલાકાત લઇ ત્યાંણની સમસ્યાતઓ જાણી તેના નિવારણ માટેના પ્રસાયો કરવામાં આવી રહયા છે. દરેક યોજનાના સ્પીષ્ટઆ ઉદ્દેશ સાથે પારદર્શિતા જાળવીને દરેક પ્રકારના વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવે છે. પીવાના પાણીની સમસ્યા માટે પણ આ સરકાર સતત ચિંતા કરી છે. આશ્રમશાળા, નિવાસી શાળાઓમાં પૂરતી અને સારી સુવિધાઓ મળે તેવું આયોજન કરવામાં આવ્યુંટ છે. તેમણે આશ્રમશાળા માટે દાન આપનારને અભિનંદન આપ્યાી હતા. રાજ્યઓ સરકાર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે અમલી બનાવેલી વિવિધ સહાય યોજનાઓનો લાભ લઇ પોતાનો વિકાસ સાધવા જણાવ્યું હતું. રાજ્યાના દરેક ગામોના ફળિયે-ફળિયે રસ્તાય બનાવવા માટે પણ આ સરકાર પ્રયાસ કરી રહી છે. ધરમપુર-કપરાડા વિસ્તા રની ભૌગોલિક પરિસ્થિગતિને કારણે થતી પાણીની સમસ્યા ના નિવારણ માટે નાના-નાના ચેકડેમ, ડુંગર ઉપર ટેરેસ તલાવડી બનાવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યુંગ હતું. ખેડૂતોને પોતાના ખેતરમાં બોર કરવા માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, તેનો લાભ લેવા જણાવ્યુંો હતું. આદિવાસીઓ માટે એમ.બી.બી.એસ.ની બેઠક અનામત રાખવામાં આવી છે ત્યાઆરે દરેક આદિવાસીઓ સારું શિક્ષણ મેળવી તેમાં પ્રવેશ મેળવી ડોકટર બને તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યર અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુંિ હતું કે, આદિવાસી બાળકોના શિક્ષણ માટે આશ્રમશાળાનું યોગદાન મહત્ત્વનું છે. આશ્રમશાળામાં ભળીને અહીંના વિદ્યાર્થીઓ ઉચ્ચુ શિખરે પહોંચ્યા છે.
ગ્રામ સેવા સભાના પ્રમુખશ્રી માધુભાઇ બી. રાઉતે સ્વાયગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. તેમણે મંડળ દ્વારા ચાલતી સંસ્થાસઓની જાણકારી આપી જણાવ્યુંા હતું કે, મહાત્માર ગાંધીજીના સ્વ પ્નેને સાકાર કરવા નાનુભાઇ દેસાઇએ ગ્રામ સેવાસભા સંસ્થાસની સ્થાકપના કરી હતી. ગુંદીયા આશ્રમશાળા ખાતે ધોરણ ૧ થી ૮ માં ૬૮ કુમાર અને ૬૯ કન્યાં મળી કુલ ૧૩૭ બાળકો અભ્યાાસ કરી રહયા છે. આ બાળકોને સારી સુવિધાયુક્તા મકાન મળે તે માટે રાજયસભા સાંસદની ગ્રાન્ટમમાંથી રૂા. ૨પ લાખ સહાય મળી હતી. જેમાં આ સંસ્થાા દ્વારા રૂા.૧૦ લાખના સહયોગથી આ નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત આ સંકુલમાં ૬ રૂમ, કુમાર-કન્યા નિવાસ અને ભોજનકક્ષનો સમાવેશ કરાયો છે. કુમાર અને કન્યાય માટે અલગ-અલગ સંડાસ-બાથરૂમની વ્ય૬વસ્થામ પણ કરવામાં આવી છે.
ગુંદીયા આશ્રમશાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વા ગત ગીત રજૂ કર્યાં હતાં.
ગ્રામસેવા સભા સંસ્થાબના મંત્રી અશોકભાઇએ આભારવિધિ કરી હતી.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ગાંવિત, ગુંદીયાના સરપંચ તુલસુભાઇ ગાંવિત, આચાર્ય મધુભાઇ ગાંવિત, સંસ્થાુના લક્ષ્મીબેન, અગ્રણી હર્ષદભાઇ કટારીયા, ગ્રામજનો, શાળાના બાળકો વગેરે હાજર રહયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY