નર્મદા જિલ્લાના પ્રા.શિક્ષકોની મેહનત રંગ લાવી:2018 ગુણોત્સવના પરિણામમાં મહત્વપૂર્ણ વધારો.

0
140

ગુણોત્સવમાં A+ ગ્રેડમાં વર્ષ 2017માં નર્મદા જિલ્લાની 61 શાળાઓ જ્યારે વર્ષ 2018માં એ આંકડો 95 પર પહોંચ્યો,C અને D ગ્રેડ ધરાવતી શાળાઓમાં ઘટાડો જોવા મળ્યો.

રાજપીપળા:ગુજરાત સરકારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓની શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે દર વર્ષે ગુણોત્સવનો કાર્યક્રમ લાગુ કર્યો.ગુણોત્સવ દરમિયાન દરેક જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની તાલીમ બાદ ધો 2 થી 8ના વિદ્યાર્થીઓનું વાંચન,લેખન અને ગણન અને 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની OMR પદ્ધતિથી મુખ્ય વિષયની 100 માર્કસની પરીક્ષાઓ લેવાતી હોય છે.નર્મદા જિલ્લાની 745 શાળાઓમાં એપ્રિલ 2018માં ગુણોત્સવનું આયોજન કરાયું હતું.જેના પરિણાામમાંાં ગત વર્ષ્ષ્ષ 2017ના પરિણામ કરતા નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.જે નર્મદા જિલ્લાના અધિકારીઓ અને CRC,BRCની દેખરેખ હેઠળ શિક્ષકોની સારી મહેનત રંગ લાવી છે એમ કહીએ તો ખોટું નથી.

નર્મદા જિલ્લાના વર્ષ 2018ના ગુણોત્સવ 8 ના પરિણામ પર એક નજર કરીએ તો ગુણોત્સવ 7 માં A+ ગ્રેડમાં 61 શાળાઓ હતી જ્યારે આ વર્ષે 91 શાળાઓ છે,Aગ્રેડમાં 414 શાળાઓ હતી તો આ વર્ષે 466 શાળાઓ,B ગ્રેડમાં 235 શાળાઓ જ્યારે આ વર્ષે 163 શાળાઓ,C ગ્રેડમાં 25 શાળાઓ હતી જ્યારે આ વર્ષે 13 શાળાઓ,D ગ્રેડમાં 11 શાળાઓ હતી જ્યારે આ વર્ષે 9 શાળાઓનો સમાવેશ થાય છે.ગત વર્ષ કરતા આ વર્ષે C અને D ગ્રેડની શાળાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.નર્મદા જિલ્લાનું ગુણોત્સસવ 8 નું પરિણામ જોતા વિદ્યાર્થીઓના વાંચન,લેખન અને ગણન કૌશલ્યના પરિણામમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. નાંદોદ તાલુકાના ભદામ ક્લસ્ટરની તમામ શાળાઓનો A+ અને A ગ્રેડમાં સમાવેશ થયો છે.આ બાબતે નર્મદા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બી.ડી.બારીઆએ જણાવ્યું હતું કે આ જિલ્લાના તમામ શિક્ષકોની છેલ્લા બે વર્ષની મહેનતનું પરિણામ છે.આવનારા દિવસોમાં અમે ગુણોત્સવમાં નર્મદા જિલ્લાનું રાજ્યમાં પ્રથમ પરિણામ આવે એ રીતે કાર્ય કરીશું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY