ગુરુ ગ્રહના લાલ ભાગમાં પાણી હોવાના સંકેત મળ્યા

0
622

વાશિંગ્ટન,તા.૩૧
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોને બૃહસ્પતિ ગ્રહ પર પાણી હોવાના સંકેત મળ્યા છે. આ પાણી આ ગ્રહના લાલ ભાગમાં છે. આ ભાગને ધ ગ્રેટ રેડ સ્પોટ કહેવામાં આવે છે. અસલમાં આ એક એવી જગ્યા છે, જયાં લગભગ ૩૫૦ વર્ષથી તોફાન આવી રહ્યાં છે.
વૈજ્ઞાનિકો અનુસાર આ પાણીમાં ઓકિસજન સહિત કાર્બન મોનોકસાઇડ વાયુ પણ છે. જેનાથી ખબર પડે છે કે, ગુરૂ પર સૂરજની સરખામણીમાં બે ગણું ઓકિસજન છે. ‘ધ ગ્રેટ રેડ સ્પોટ’ ઘણા બધા વાદળોથી ઘેરાયેલ છે, જેમાંથી વિદ્યુત ચુંબકીય ઉર્ઝાનું નિકળવું મુશ્કેલ બની જાય છે. એવામાં આની રાસાયણિક પ્રક્રિયાઓની વધારે જાણકારી મળી શકતી નથી.
રિસર્ચ કરનાર ટીમમાં સામેલ નાસાના વૈજ્ઞાનિક ગોર્ડન આઈ જારાકરે આ દાવા પર કહ્યું, ગુરૂની ચારે તરફ ચક્કર લગાવનાર તેના ચંદ્રમાંઓમાં ભરપૂર બરફ છે. એટલે ચારેય તરફ ઘણું બધુ પાણી છે. બૃહસ્પતિનો તે ભાગ જેમાં ગુરૂત્વાકર્ષણનો કુંડ (ધ ગ્રેટ રેડ સ્પોટ) કહેવામાં આવે છે, જેમાં દરેક ચીજ ખેંચાઈને જતી રહે છે જેમાં પાણી કેમ ના હોઈ શકે?

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY