હવે અટકાવાનું,લટકાવાનું અને ભટકાવાનું કામ નહિ ચાલે : મોદી

0
120

પટના,
તા.૧૦/૪/૨૦૧૮

મંગળવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનાથી ૧૨૦૦૦ હોર્સપાવર (એચપી)ની વિજળી રેલ એન્જીનને લીલી ઝંડી આપી છે. આટલી તાકાતવાળું આ દેશનું પહેલું રેલ એન્જીન છે. ભારત હવે ચીન, જર્મની અને સ્વીડન સમેત તે દેશના લિસ્ટમાં આવી ગયો છે જે આવા એન્જીન વાપરે છે. ઉલ્લેખનીય છે કે હાલ ભારતીય રેલ્વે પાસે સૌથી વધુ ક્ષમતા વાળું એન્જીન ૬,૦૦૦ એચપી વાળું જ છે. ચોક્કસથી રેલ તંત્ર માટે આ નવું એન્જીન એક હરણફાળ સમાન છે. જેણે રેલ્વેને અપગ્રેડ કરવામાં સહાયરૂપ બન્યું છે.

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દીના સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોતિહારી પહોંચ્યા હતા. અહીં રિમોર્ટ દ્વારા તેમણે ૧૧૮૬ કરોડની ૫ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગાંધી મેદાનમાં સમગ્ર દેશમાંથી ભેગા થયેલા ૨૦ હજાર સ્વચ્છાગ્રાહીઓમાંથી ઘણાં લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. અહીં ‘સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ’ના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીએ ૧૦ એપ્રિલ ૧૯૧૭માં ચંપારણનો સત્યાગ્રહ કર્યો હતો.

પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાન સાથે જાડાયેલા અધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, અમૃત યોજનાથી દોઢ લાખ લોકોને લાભ મળશે. સ્વચ્છાગ્રહીઓમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે. બિહારમાં એક અઠવાડિયામાં ૮.૫ લાખ શૌચાલય બનાવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ગંગા શૌચ મુક્ત થયું છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું, સ્વચ્છાગ્રહીઓમાં આજે પણ ગાંધીજી જીવંત છે. આજે ૧૦૦ વર્ષ જૂનો ઈતિહાસ ફરી જીવંત થયો છે. બિહારે જ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી બનાવ્યા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જ્યારે સ્વાતંત્ર્ય પછી લાખો ખેડૂતોની સામે ભૂમિ વિનાશની કટોકટી આવી ત્યારે વિનોબાજીએ ભૂદાન આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ત્રીજી વખત જ્યારે દેશની લોકશાહીમાં કટોકટી ઊભી થઈ ત્યારે જયપ્રકાશજીએ લોકશાહી બચાવી લીધી. તેમણે કહ્યું કે હું ગર્વ અનુભવું છું કે બિહારના લોકોએ સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ સુધીના આ પ્રવાસમાં ફરી એક વખત તેમની નેતૃત્વની ક્ષમતા દર્શાવી છે.

પીએમે કહ્યું કે હવે અટકાવાનું, લટકાવાનું, અને ભટકાવાનું કામ ચાલવાનું નથી. અમારી સરકારના કામની પદ્ધતિ જુદી છે. હવે ફાઇલોને દબાવામાં આવી રહી નથી. પીએમએ સંકેતોમાં વિપક્ષ પર એટેક કર્યો. તેમણે કહ્યું કે જે લોકો બદલાવનો સ્વીકાર કરી રહ્યાં નથી તેમને મુશ્કેલી પડી રહી છે કારણ કે હવે તેઓ જુઠ્ઠું બોલશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકાર સબકા સાથ અને સબકા વિકાસના લક્ષ્યની સાથે ચાલી રહી છે. કેટલાંક જન-જનને તોડવાનું કામ કરી રહ્યાં છે.

પીએમ મોદીએ બિહારના સીએમ નીતીશ કુમારના જારદાર વખાણ કર્યા. તેમણે કહ્યું કે હું નીતીશના ધૈર્ય અને કુશળ નેતૃત્વના વખાણ કરું છું. તેઓ ભ્રષ્ટાચાર અને અરાજકતા સામે લડી રહ્યા છે તે કાબિલેતારીફ છે. હું તેમનું સમર્થન કરું છું અને તેમને કેન્દ્ર સરકારનું પૂરું સમર્થન છે. આપને જણાવી દઇએ કે બિહારમાં રામનવમી પર કેટલાંય જિલ્લાઓમાં સાંપ્રદાયિક હિંસા બાદ નીતીશ કુમાર પર પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. નીતીશે આજે જ સભામાં પીએમની સામે કહ્યું હતું કે સ્વચ્છતાની સાથોસાથ સદભાવ પણ જરૂરી છે. પીએમ મોદીના આ નિવેદનને તેની સાથે જાડી રહ્યાં છે.

સ્વચ્છ ભારત મશિનને પીએમ મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક મનાય છે. મોદી સરકારની રચના બાદ આ યોજનાની જવાબદારી ૧૯૮૦ બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી વિજય લક્ષ્મી જાશીને મળી હતી. ત્યારે તેઓ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના સચિવ હતા. પરંતુ તેમણે નવેમ્બર, ૨૦૧૫માં અચાનક સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું હતું.

ત્યારબાદ પીએમ મોદીના આ અગત્યના મિશનને આગળ વધારવા માટે યોગ્ય ઓફિસરની શોધ ચાલતી હતી. જાશીના રાજીનામા બાદ આ મિશનની જવાબદારી ગ્રામીણ વિકાસ સચિવ જુગલ કિશોર મોહપાત્રને સોંપાઇ હતી. પરંતુ તેઓ થોડાંક દિવસ જ રહ્યા અને આખરે આ પરમેશ્વરન ઐય્યરની પસંદગી કરાઇ. તેઓ આઇએએસની નોકરી છોડી અમેરિકા જતા રહ્યા હતા. પરંતુ મોદી સરકારના આહ્વાન પર પાછા આવ્યા અને સ્વચ્છ ભારત મિશનની જવાબદારી સંભાળી.

વડાપ્રધાનનો વિરોધ કરી રહેલા સ્વયંસેવકોએ કહ્યું કે જે પ્રદેશોમાં તે કામ કરી રહ્યા છે ત્યાં તેમના કામ માટે પગાર મળતો નથી. જા મળે તો ખૂબજ ઓછુ વેતન મળે છે. મધ્યપ્રદેશ અને નારાજ સ્વચ્છતા સ્વયંસેવકોએ કહ્યું કે તેમને વડાપ્રધાન મોદી પાસે આશા હતી કે જ્યારે તે આ કાર્યક્રમમાં આવશે તો તેમના માટે કંઈક જાહેરાત કરશે પરંતુ આવી કોઈ જાહેરાત કરવામાં આવી નહીં જેથી તેઓ કાર્યક્રમને અધવચ્ચે છોડીને જવા લાગ્યા. વડાપ્રધાનના કાર્યક્રમમાં થઈ રહેલા હોબાળાના કારણે કાર્યક્રમ સ્થળ પર હાજર ભાજપના કેટલાક નેતાઓએ તેમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માન્યા નહીં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY