હાર્ટએટેકથી મરવાના બદલે દેશ માટે મરવાનું પસંદ કરીશ : અણ્ણા હજારે

0
96

ન્યુ દિલ્હી,
તા.૨૪/૦૩/૨૦૧૮

અન્ના હઝારે સતત બીજા દિવસે ભૂખ હડતાળ પર

ગઈ કાલથી કેટલીક માગણી સાથે કેન્દ્ર સરકાર સામે ભૂખ હડતાળ પર ઊતરેલા સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ સરકારને ચીમકી આપતાં જણાવ્યું છે કે હું ન્યાય માટે હાર્ટએટેકના કારણે મરવાના બદલે દેશ માટે મરી જવાનું વધુ પસંદ કરીશ.

ગઈ કાલથી રામલીલા મેદાનમાં બે મુદતી અનશન પર ઊતરેલા અણ્ણા હજારેએ જણાવ્યું કે તેમણે પોતાની કેટલીક માગણી સાથે મોદી સરકારને ૪૩ પત્ર લખ્યા હતા, પરંતુ તે અંગે કોઈ જ પ્રતિભાવ નહિ મળતાં મારે ન્યાય માટે આ ભૂખ હડતાળ શરૂ કરવી પડી છે.

તેમણે જણાવ્યું કે દેશના કિસાન મુસીબતમાં છે, કારણ તેમને પાકના યોગ્ય ભાવ મળતા નથી. તેમણે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક, નવા ચૂંટણી સુધારા તેમજ કૃષિ સંકટનો ઉકેલ લાવવા સ્વામીનાથન પંચના અહેવાલને લાગુ કરવા માટે સરકાર પર દબાણ વધાર્યું છે.

હજારેએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિપ્રધાન રાધા મોહનસિંહ અને મહારાષ્ટના કેટલાક પ્રધાનોએ તેમની મુલાકાત લીધી હતી અને કેટલીક ખાતરી પણ આપી હતી. તેમ છતાં મેં તેમને જણાવ્યું હતું કે મને તમારી વાત પર વિશ્વાસ નથી. તેથી તમે કોઈ નક્કર યોજના બનાવી મને મળવા આવજા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૃષિખર્ચ અને ભાવપંચ (સીએસીપી)ને યોગ્ય ભાવ નિર્ધારણ માટે સ્વાયત્ત બનાવવાં જાઈએ. સરકાર આ માટે યોગ્ય દિશામાં કામ કરે તે જરૂરી છે. હાલ દેશના કિસાન મુસીબતમાં છે. તેથી ગઈ કાલથી શરૂ થયેલા આંદોલનમાં મોટી સંખ્યામાં કિસાન સામેલ થયા હતા, જેમાં યુપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને આસામથી અનેક ખેડૂત તેમની માગણી સાથે આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારે અમારી લડત રોકવા ટ્રેન અને બસ બંધ કરી દીધી હતી. તેમ છતાં અમારી આ લડાઈમાં અનેક કિસાન સામેલ થયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY