મંત્રીની હાજરીમાં વ્યથા ઠાલવી: બેન્કોનો હીરા ઉદ્યોગ માટે વ્યવહાર બદલાયો છે

0
122
સુરતમાં લૂઝ હીરાનું ત્રિદિવસીય બી ટુ બી પ્રદર્શન શરૃ
– કસ્ટમ્સનું સર્વર ધીમું ચાલતા ઉદ્યોગકારોને મુશ્કેલી

– પ્રદર્શનમાં ૪૦ દેશોના એક્ઝીબીટર્સ અને ડેલીગેટ્સ જોડાયા

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા સુરતમાં પ્રથમ વખત નાના તથા મધ્યમ કદના ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી વરાછા ખાતે ત્રિદીવસીય લુઝ હીરાના બી ટુ બી નું એકઝિબિશનની આજથી શરૃઆત થઇ છે. પ્રદર્શનમાં અલગ અલગ દેશોના ૪૦ જેટલા ડેલિગેટ્સ ભાગ લઇ રહયાં છે. પ્રદર્શન પહેલા સમારંભમાં મોટાભાગના ઉદ્યોગકારોએ બેન્ક દ્વારા જે કનડગત થાય છે, તે ઓછી કરવા માંગ કરી હતી. પ્રદર્શનને ખૂલ્લુ મુકતા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ સુરતના હીરા ઉદ્યોગને રાજયના આર્થિક પાટનગરની ઉપમાથી નવાજયુ હતુ. સુરતના લોકો માટે ડાયમંડ માત્ર પ્રોફેશન નથી, પણ પેશન છે. ૩૬ એકર જમીનમાં સુરત હીરા બુર્સનું નિર્માણ થશે. જેમાં ચારસોથી વધુ ઓફિસો દ્વારા હીરાનો સીધો વેપાર વિશ્વના દેશો સાથે કરી શકાય તેવી તમામ સુવિધાઓ ઘર આંગણે મળી રહેશે. વિશ્વભરમાં હીરા ઉદ્યોગમાં અમીટ છાપ છોડનાર સુરતના હીરાના ચળકાટથી ગુજરાત ઝગમગી રહયુ છે. ૧૦ થી ૧૨ જુલાઇ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં સિંગાપોર, મલેશિયા, પૂર્વ આફ્રિકા, ચાઇના અને તુર્કી સહિતના દેશોના ૪૦ જેટલા એકઝીબિર્ટસ અને ડેલિગેટસ્ ભાગ લઇ રહયાં છે. વરાછા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે આયોજિત આ પ્રદર્શનના સંમારભમા હાજર હીરા ઉદ્યોગકારોએ સરકાર બેન્ક દ્વારા થઇ રહેલી મુશ્કેલી અંગે વ્યથા ઠાલવી હતી. ઉદ્યોગકારોએ કહયુ હતુ કે ૯૯ ટકા લોકોનો બેન્ક સાથે સારો વ્યવહાર રહયો છે. અમુક લોકોના ખોટા વ્યવહારના કારણે જે સારા ઉદ્યોગકારો સાથે બેન્કોનો વ્યવહાર બદલાયો છે. નોટબંધી વખતે આ ઉદ્યોગ ટકી ગયો તે એ જ બતાવે છે કે હીરા ઉદ્યોગમાં સાચુ થઇ રહયુ છે. આ ઉપરાંત જીએસટી રિફંડ માટે પહેલા જે પરિસ્થિતી હતી, તે પણ આજે યથાવત છે. અને કસ્ટમને એલર્ટ કરવાની જરૃર છે. કેમકે તેમનુ સર્વર ધીમું ચાલતુ હોવાથી મુશ્કેલી અનુભવાઇ રહી છે. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના હતા પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ થતા તેમણે વિડીયો કોન્ફરન્સથી ડાયમંડ ઉદ્યોગકારોને સંબોધ્યા હતા. ભારતના નક્શાના આકારમાં તૈયાર થયેલા ૪૦,૦૦૦ ડોલરના હીરાએ આકાર્ષણ જમાવ્યું વરાછા ખાતે આજથી શરૃ થયેલા લુઝ ડાયમંડ એકઝિબિશનમાં સુરતના જ ઉદ્યોગકારે ભારતીય નકશાના આકારનો ચાર કેરેટનો ડાયમંડ તૈયાર કરીને પ્રદર્શનમાં મુકયો હતો.આ હીરાની બજાર કિંમત ૪૦ હજાર ડોલર આંકવામાં આવે છે.એને તેને તૈયાર થતા બે વર્ષનો સમય લાગ્યો હતો. વરાછાના સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન ખાતે આજથી લુઝ હીરાનું પ્રદર્શન શરૃ થતા જ પહેલા દિવસે ભારતીય નકશાના આકારમાં તૈયાર કરાયેલા હીરો આકર્ષણનું કેન્દ્વ બન્યો હતો. આ હીરો તૈયાર કરનાર આશિષ દામજી ડોંડાના જણાવ્યા મુજબ જયારે બેલ્જિયમથી રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા.તે વખતે જ તેનો આકાર જોઇને ભારતીય નકશાના આકારનો હીરો બનાવવાનું નક્કી કર્યુ હતુ. આ હીરો તૈયાર થતા બે વર્ષનો સમય લાગ્યો હતો. કિંમત અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યુ હતુ કે ૪૦ હજાર ડોલરની આજુબાજુ થાય છે. આ ઉપરાંત પ્રદર્શનમાં દિલ આકારના ૫.૧૪ કેરેટના ડાયમંડ પણ લોકોનું ધ્યાન ખેચ્યુ હતુ.સાઉથ આફ્રિકાથી રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરવામાં આવ્યો હતો.અને જે યલ્લો કલરનો ડાયમંડ છે,તેને વેચાણ માટે પ્રદર્શનમાં મુકાયો છે. અને આ હીરાની એક કેરેટની પાંચ હજાર ડોલરની કિંમત મુકવામાં આવી છે. આમ પહેલાં જ દિવસે હીરા આકર્ષનું કેન્દ્વ બન્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY