કાંગડા,
તા.૧૦/૫/૨૦૧૮
હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળામાં એક દૂકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થતાં ૨૭ લોકોને ઇજા પહોંચી છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની મેડિકલ કોલજે ટાંડામાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્તોમાં અનેક લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.
નગરોટા સૂરિયા બસ સ્ટેન્ડ પાસે એક સ્વીટ-ફરસાણની દુકાનમાં ગેસ સિલેન્ડર ફાટવાથી બે દુકાન સળગી જવા પામી હતી. બ્લાસ્ટ એટલો જારદાર થયો હતો કે નજીકના બસ સ્ટેન્ડ પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલેન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ એટલી ભયંકર હતી કે દુકાનમાં બેઠેલા ગ્રાહકોની સાથે દુકાનની બહાર ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં ૨૭ લોકોને દાઝી ગયા હતા.
આ દૂર્ઘટનામાં સ્વીટ-ફરસાણની દુકાન સાથે આવેલી એક અન્ય દુકાન પણ સળગી ગઇ હતી. એક શાકભાજીની લારીવાળો તેમજ અન્ય બે સ્કૂલના બાળકો પણ આગની ચપેટમાં આવી ગયા હતા.
હિમાચલ પ્રદેશના નગરોટા સુરિયા બસ સ્ટેન્ડ પાસે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૨૭ લોકો ઘાયલ થઈ ગયા. બસ સ્ટેન્ડ પાસે આવેલી મિઠાઈની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં તેની અસર થઈ હતી. સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસ ઉભેલા લોકોમાં પણ અફરાતફરી થઈ ગઈ હતી.
આ મિઠાઈની દુકાનમાં બેઠેલા અને આસપાસના કુલ ૨૭ જેટલા લોકો દાઝયા છે. બ્લાસ્ટ થયા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દુકાનમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી. આ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે સિલિન્ડર ફાટવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"