લો..બોલો..હોસ્પિટલમાં વસંત ગજેરાને વીઆઈપી સુવિધા મળી !!!!

0
622

સુરત,
તા.૫/૪/૨૦૧૮

ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફની સામે ગજેરા મોબાઈલ ફોન પર વાત કરતાં દેખાયો

જમીન કેસમાં લાજપોર જેલમાં ધકેલાયા વસંત ગજેરાએ કમરના અને પગના હાડકાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પટલના ઓર્થોપેડીક વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાંથી ટ્રોમા સેન્ટરના માયનોર ઓપરેશન થીએટરમાં ગજેરા મોબાઈલ ફોન પર વાત કરતાં કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. આરોપીઓને મોબાઈલ ફોન વાપરવા નથી દેવામાં આવતાં છતાં ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફની સામે ગજેરા મોબાઈલ ફોન પર વાત કરતાં વિવાદ સર્જાયો છે.

લાજપોર જેલથી સારવાર માટે સિવિલ હોસ્પટલના ઓર્થોપેડીક વિભાગ બાદ ગજેરાને ટ્રોમા સેન્ટરના માઈનોર ઓપરેશન થીએટરમાં લાવવામાં આવ્યાં હતાં. ત્યાં શા માટે લવાયા હતા તે અંગે મેડીકલ ઓફિસરે કોઈ કારણ આપ્યું નહોતું. જા કે અહીં ગજેરા કોઈ સાથે ફોન પર વાત કરતાં હતાં. જે મોબાઈલ તેના કોઈ પરિચિતે આપ્યો હતો. અને ગજેરા આપણે કંઈ ભૂલ ન કરી હોવાનું કહેતા સંભળાયા હતાં.

લાજપોર જેલમાંથી પોલીસના જાપ્તા હેઠળ લવાયેલા વસંત ગજેરા ઓર્થોપેડીક વિભાગ અને ત્યારબાદ ટ્રોમા સેન્ટરના માઈનોર ઓપરેશન થીએટર પહોંચ્યા ત્યાં સુધી પોલીસ જાપ્તો સાથે હતો. જા કે, ઓપરેશન થીએટરમાં પોલીસ જાપ્તો રૂમની બહાર હતો. આ દરમિયાન ગજેરાએ કોઈ સાથે મોબાઈલ ફોનથી વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, આરોપીને મોબાઈલ જેવી સુવિધાઓ અને ફોન પર વાત કરવાની છૂટ આપવામાં આવતી નથી. ત્યારે ગજેરાને કેમ આવી સુવિધા મળી તે અંગે પ્રશ્નો સર્જાયા છે.

ટ્રોમા સેન્ટરના મેડિકલ ઓફિસર એમ સી ચૌહાણે કહ્યું હતું કે, મારી પાસે લાવ્યા નથી. એટલે મને ખબર નથી કે ટ્રોમા સેન્ટરમાં કઈ ટ્રીટમેન્ટ માટે લાવ્યાં હતાં. અને ટ્રોમા સેન્ટરમાં જે કંઈ થયું હોય તે અંગે પણ મને કશી ખબર નથી એટલે હું કંઈ ન કહી શકું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY