ન્યુ દિલ્હી,
તા.૨૫/૦૩/૨૦૧૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટોણો માર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી હેન્ડલ કરાઇ રહેલ નમો એપને લઇ ઘમાસણ ચાલી રહ્યું છે. કાંગ્રેસે નમો એપની મદદથી ભારતીયોનો ખાનગી ડેટા લીક કરાયાનો આરોપ મૂકયો છે. સોશ્યલ મીડિયા પર DELETENAMOAPP કેમ્પેન પણ ચલાવાયું. હવે કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઇ પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું છે કે હું નરેન્દ્ર મોદી, તમારો તમામ ડેટા અમેરિકન કંપનીઓના મારા મિત્રોને આપું છું.
રવિવારના રોજ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને પીએમ મોદી અને નમો એપ પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધીએ લખ્યુ, ‘હાય! મારું નામ નરેન્દ્ર મોદી છે. હું ભારતનો વડાપ્રધાન છું. જ્યારે તમે મારી સત્તાવાર એપમાં સાઇનઅપ કરો છો ત્યારે હું તમારો તમામ ડેટા અમેરિકન કંપનીઓના મારા મિત્રોને આપી દઉં છું. વાત એમ છે કે આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે નમો એપનો ઉપયોગ કરનારાઓની ખાનગી માહિતી કોઇપણ પ્રકારની મંજૂરી વગર અમેરિકન કંપનીઓ સાથે શેર કરાઇ રહી છે.
કાંગ્રેસે આ મુદ્દા પર પીએમ મોદી અને ભાજપને બરાબર ઘેરી લીધું છે. એક ટ્વીટમાં દાવો કરાઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી એપ પર પ્રોફાઇલ બનાવનારાઓની ખાનગી માહિતી ‘ક્લેવર ટેપ’ નામની અમેરિકન કંપનીને મોકલાઇ રહી છે. કાંગ્રેસે આ મુદ્દાને ઉઠાવતા સોશ્યલ મીડિયા પર નમો એપ ડિલીટ કરવાનું અભિયાન સુદ્ધાં ચલાવ્યું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દાને દેખાડ્યો નહીં તેનો આરોપ મીડિયા પર પણ કર્યો છે.
આપને જણાવી દઇએ કે નરેન્દ્ર મોદી એપ અંડ્રોયડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગૂગલ પ્લે સ્ટોર પર અપડેટ માહિતી પ્રમાણે અત્યાર સુધી તેને ૫૦ લાખથી વધુ વખત ડાઉનલોડ કરાઇ ચૂકી છે. જા કે ભાજપની તરફથી કાંગ્રેસના આરોપોને નકારી દેવામાં આવ્યા છે. ભાજપ આઇટી સેલના હેડ અમિત માલવીયએ ટ્વીટ કરીને કહ્યું છે કે કાંગ્રેસ માત્ર પીએમ મોદીથી નહીં પરંતુ નમો એપથી પણ ડરેલું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"