હમ નહીં સુધરેગે” ની જેમ રોજ દારૂ આવે ને પોલીસ પકડે!!(બન્ને પોતપોતાના કામ મા માહિર.!

0
1997

ભરૂચ પોલીસ અધિક્ષકની સુચના મુજબ દારૂબંધીના કડક અમલ માટે જુદી-જુદી ટીમો જિલ્લાભરમાં રેડ કરી રહી છે ત્યારે આજરોજ એલસીબીની દોરવણી હેઠળ પીએસઆઇ એએસ.ચૌહાણ અને તેમની ટીમ અંકલેશ્વરખાતે પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળેલ જેની ખરાઈ કરતા દઢાલ ખાતે આવેલ બસ સ્ટેન્ડની સામે સિલ્વર સેન્ટરની બાજુમાં પાનબીડી નો ગલ્લો ચલાવતા અબ્દુલ કાદિર ઈબ્રાહીમ શાહના ગલ્લા પર રેડ કરતાં એક એસેન્ટ કાર GJ 5 CD 2115 ની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ તથા બિયરની અલગ અલગ બ્રાન્ડ ની બનાવટ ની બોટલો કુલ ૭૭૬ ના જેની કુલ કિંમત ૭૫,૭૦૦ નો વિદેશી દારૂ પકડી પાડેલ તેમજ એસેન્ટ કારને કિંમત તથા મોબાઈલ મળી કુલ મુદ્દામાલ ૨૭૫૭૦૦/-કબજે કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇસરાણી એ આદરેલ છે જેમાં અબ્દુલ કાદિર ઇબ્રાહિમ અને એક અજાણ્યા વિરુદ્ધ ફરીયાદ નોંધાયેલ છે

 


અત્રે એ ઉલ્લેખનીય છવા કે એક તરફ પોલીસ એડી ચોંટી નું જોર લગાવી બુટલેગરો પર કાયદાનો કોરડો વીંઝે છે ત્યારે બીજી તરફ એમ પણ ચર્ચાય છે કે માસ્ટર માઈન્ડ લિસ્ટેડ બુટલેગરો હોવી પન્ટર રાખી કામ કરાવતા થાય છે!?મતલબ એ થાય કે નાની માછલી પકડાય અને મગરમચ્છ બચી જાય
છેલ્લા કેટલાય દિવસો થી ચર્ચાય છે કે જિલ્લાના નામી બુટલેગરો વચેટીયા ઓ ને વચ્ચે રાખી છેલ્લે નાનું મોટું પચાસ સો પેટી નું કામ કરવા એડીચોટી નું જોર લગાવડાવ્યા ની વાત બિનસત્તાવાર રીતે જિલ્લામાં ફરતી થઈ હતી જેનો પડઘો કદાચ આજની રેડ હોઈ શકે કેમકે જે એક ઈસમ નું નામ ખોલવાનું બાકી છે તો જિલ્લા ની પ્રજા શંકા સેવે તે વ્યાજબી છે કે પાનબીડી ના ગલ્લે ઉભેલી કાર માં દારૂ પકડાયો તો કોઈકે જરૂર મોકલ્યો હશે તો એ કોઈક કોણ? જેને પોલીસ ઝડપ થી પકડે અને તેના આકા સુધી પહોંચે એ જરૂરી છે. કેમકે હવેતો બુટલેગર પોલીસ ને પણ ભીંસ માં લેછે (જિલ્લામાં બહારની એજન્સીઓ પણ ખાનગી રીતે ચલાવા પરમિશન (આ પરમિશન કઈ બલા છે કોઈ કરાર થાય છે તે પણ હવે પરજમુખે ચર્ચાય છે) આઓએ અને સ્થાનિક પકડે તો ગજગ્રાહ થવાના અહેવાલો પણ ગુજરાત માં ચર્ચાય છે જોકે ભરૂચ પો.અધિક્ષક ના કડક વલણ ને લીધે અને ઉપરાછાપરી રેડો ને કારણે કહી શકાય કે ભરીચ જિલ્લામાં બુટલેગરો એ આડકતરી રીતે દારૂ વેચવાનું વલણ અપનાવ્યું હોય તેમ આજ ની રેડ પરથી હાલ તો લાગી રહ્યું છે બાકી તો રામજી જ જાણે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY