IDBI માં બહાર આવ્યું ૪૪૫ કરોડનું લોન સ્કેમ, પૂર્વ જીએમ સહિત ૩૧ સામે કેસ

0
90

ન્યુ દિલ્હી,
તા.૨૪/૦૩/૨૦૧૮

સીબીઆઇએ IDBI માં ખોટા દસ્તાવેજાના આધારે રૂ.૪૪૫.૩૨ કોડની લોન ફાળવવાના આરોપમાં પૂર્વ જનરલ મેનેજર સહિત ૩૦ લોકો સામે કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે બનાવટી દસ્તાવેજાના આધાર પર કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) અને મત્સ્ય પાલનના નામે લોન ફાળવી હતી.

સીબીઆઇએ આઇડીબીઆઇ બેન્કના પૂર્વ જીએમ બટ્ટુ રામારાવ સામે કેસ કર્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે વર્ષ ૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨ દરમિયાન ૨૨૦ લોકો અને ૨૧ એગ્રેટર એજન્સીઓ મારફત ૧૯૨.૯૮ કરોડ રૂપિયાની લોન્સ ખોટી રીતે આપી હતી. આરોપ છે કે પૂર્વ જીએમ બટ્ટુએ બનાવટી દસ્તાવેજાના આધાર પર લોન ફાળવી હતી. પછીથી આ લોન નોન-પરફો‹મગ એસેટ (એનપીએ) થઇ ગઇ. બનાવટી કાગળો પર ફાળવાયેલી આ લોન ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રૂ.૪૪૫.૩૨ કરોડ થઇ હતી.

આ લોકો પર આરોપ છે કે આ બધાએ મળીને ખોટી રીતે લોન ફાળવણી કરવામાં મદદ કરી હતી. આ કિસ્સો બશીરાબાગ શાખાનો છે. તે ઉપરાંત પૂર્વ કર્મચારી આર દામોદરન અને અન્ય લોકોએ મળીને આ ફ્રોડ કર્યું હતું. તેની સામે બેન્કના પેનમાં રહેલા વેલ્યુઅર પણ તેમાં સામેલ હતા.

એફઆઇઆરમાં એવો આરોપ છે કે જેવી આ લોન સ્વીકૃત થતી હતી કે નાણાં લોન લેનારાના ખાતામાં નાખવામાં આવતા હતા. તે પછી આ નાણાં આરોપીઓના પર્સનલ એકાઉન્ટમાં આવી જતા હતા. આ રીતે જે હેતુથી લોન લેવામાં આવતી હતી તે પૂરો થતો ન હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY