ઇન્દ્રનીલ રાજ્યગુરુનો કોંગ્રેસમાં સક્રિય થવાનો ઇન્કાર

0
80

રાજકોટ,તા.૧૦
રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં ફરીથી સક્રિય થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આજે કોંગ્રેસના ૧૦થી વધારે કોર્પોરેટરોએ તેમની સાથે મુલાકાત કરીને તેમને કોંગ્રેસમાં ફરીથી સક્રિય થવાની વિનંતી કરી હતી. જાકે, તેમણે કોંગ્રેસમાં સક્રિય થવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓને કારણે કોંગ્રેસમાં પરત ફરવાનો ઇન્કાર કર્યો હતો.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂ અમેરીકાથી પરત ફરતા સોમવારે તેમના સમર્થકોએ તેમની સાથે મુલાકાત કરી હતી. આજે મંગળવારે રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટરોએ તેમની મુલાકાત કરી તેમને કોંગ્રેસમાં ફરી સક્રિય થવા વિનંતી કરી હતી. સાથે જ તેમણે ઈન્દ્રનીલ કોંગ્રેસમા પાછા ન ફરે તો રાજીનામા ધરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જાકે, તેમણે કોંગ્રેસમાં ફરીથી જાડાવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્પોરેટરો હવે આ બાબતે પ્રદેશ પ્રમુખને મળીને રજુઆત કરશે.
આ અંગે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલે જણાવ્યું હતું કે, “કોંગ્રેસના ૧૫થી વધુ કોર્પોરેટરો આજે મને મળવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે હું ફરીથી કોંગ્રેસમાં સક્રિય થાવ. પરંતુ હું એક વાતે દ્રઢ છું કે જ્યાં સુધી બાવળિયાઓ કોંગ્રેસમાં હશે ત્યાં સુધી તો પક્ષમાં પરત નહીં જ ફરું. હાલ કોંગ્રેસમાં પરત ફરવાનો મારો કોઈ જ ઈરાદો નથી.”
ભાવનગર ખાતે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસની પ્રાથમિક માહિતી આપી હતી. સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતું કે, કુંવરજીભાઈ બાવળિયાએ મંત્રી પદની લાલચમાં આવીને પક્ષ છોડ્યો છે. સાથે જ તેમણે ઇન્દ્રનીલની નારાજગી મુદ્દે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY