આજના ઇન્ટરનેટના ઝડપી યુગમાં પુસ્તકાલયોથી અળગા રહેનાર યુવાનો જાગો..

0
163

ઇન્ટરનેટ,કોમ્પ્યુટર,વોટ્સએપ જેવા સોશીયલ મીડિયા માં વ્યસ્ત આજની યુવા પેઢી માટે લાઈબ્રેરીનું વાંચન લુપ્ત થઈ રહ્યું ર્છે એ આવારી પેઢી માટે લાલબત્તી સમાન છે

રાજપીપલા શહેરના મધ્યમાં નગરપાલિકા પુસ્તકાલય અને વડિયા રોડ તરફ સરકારી લાઈબ્રેરી જેવી ખાસ સવલત છે ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી પોતાના જ્ઞાન માં વધારો કરવા આખો દિવસ મોબાઈલ મસ્તી કરવા કરતા લાઈબ્રેરી માં સમય કાઢવો દરેક બાબતે લાભકારી છે.

રાજપીપલા: સમગ્ર ગુજરાત માં હાલ પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો થવાનું મુખ્ય કારણ આજનો ઝડપી ઇન્ટરનેટ યુગ અને સાથે ગુગલ જેવી અન્ય સાઈડ છે પરંતુ લાઈબ્રેરીના પુસ્તકો થકી મળતું જ્ઞાન અન્ય કોઈ પાસે લઘભગ નહિ મળે માટે વોટ્સએપ,ફેસબુક જેવા સોસીયલ મીડિયા માં વ્યસ્ત આજના યુવાનોને એ ક્યાં ખબર છે કે લાઈબ્રેરી થી દૂર રહી ફક્ત મોબાઈલો માં વ્યસ્ત રેહવું પોતના શારીરિક કે માનસિક વિકાસ પર બ્રેક મારવા સમાન છે જે જ્ઞાન પુસ્તકો થકી પ્રાપ્ત થશે એવું સ્પષ્ટ જ્ઞાન અન્ય કોઈ સાઈડો માં મેળવવું મુશ્કેલ છે અને આજની યુવા પેઢી જો આજ રીતે મોબાઈલ મસ્તીમાં વ્યસ્ત રહેશે તો આપણી આવનારી પેઢી માટે એ ચોક્કસ લાલબત્તી સમાન છે.

રાજપીપલા ની મધ્ય માં આવેલ નગરપાલિકા પુસ્તકાલય જેવી સુવિધા અને વડિયા રોડ પર આવેલી સરકારી લાઈબ્રેરી નો ઉપયોગ કરવો આજની યુવા પેઢી માટે અત્યંત લાભદાઇ છે જેમાં પાલિકા પ્રમુખ થકી પાલિકાની લાઈબ્રેરી માં પુસ્તકો નો અઢળક ખજાનો વસાવાયો હોય ત્યારે એનો વધુ ઉપયોગ કરવો યુવાનો માટે અત્યંત લાભદાઇ છે એમ શહેરના ઘણા સિનિયર સિટિજનોનું માનવું છે .જે જ્ઞાન પુસ્તકોમાં છે એ બીજે ક્યાંય મળે તેમ નથી .
અત્રે એ પણ નોંધવું ઘટે કે વિવિધ વેબસાઇટો પર ભાષા સાહિત્ય ઇતિહાસ ભૂગોળ ને તોડી મરોડી મુકેલા જ્ઞાન કરતા પુસ્તક માં લખાયેલ સાચુ જ્ઞાન
મેળવવું અત્યંત આવશ્યક છે

ચીફ રિપોર્ટર.નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY