આઇટી ક્ષેત્રે ભારતનો હવે ડંકો રહેશે

0
88

આઇટીના ક્ષેત્રમાં ભારત નવી શÂક્ત તરીકે રોકેટ ગતિથી ઉભરી રહ્યુ છે. વર્ષોથી આ ક્ષેત્રમાં ભારતે જે પ્રભુત્વ જમાવ્યુ છે તે આજે પણ અકંધ છે. આઈટીના ક્ષેત્રમાં દેશમાં નવી નવી શક્યતાઓ દેખાઇ રહી છે. યુવાનોમાં આને લઇને અભૂતપૂર્વ ક્રેઝ જાવા મળી રહયો છે. જેના કારણે ભારત નવી ક્તિક્ત તરીકે ઉભરે તે સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે વૈશ્વિક સ્તર પર આઇટી સેક્ટરમાં પ્રભુત્વ જમાવ્યુ છે. જે હજુ અકબંધ રહ્યુ છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે દેશ અને દુનિયાના દેશોમાં હાલમાં ચાલી રહેલી ગતિવિધી વચ્ચે પણ ભારતને આઉટસો‹સગને લઇને કોઇ ખતરો નથી. હાલના દિવસોમાં કરોડો લોકો હાલમાં સપાટી પર આવેલા ત્રણ નવા રિપોર્ટમાં ધ્યાન આપી રહયા છે. આ રિપોર્ટ ભારતીય આઇટી ક્ષેત્રના ગુલાબી ચિત્રને રજૂ કરે છે. આમાંથી સૌથી નવો હેવાલ વર્લ્ડ બેંકનો છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે જે રીતે અમેરિકાના શહેર સૈન જાન્સ સિલિકોન વેલીએ સમગ્ર દુનિયામાં સૌથી મોટા આઇટી હ તરીકે ઓળખ ઉભી કરી છે તેવી જ રીતે ભારત હવે આગામી પાંચ વર્ષમાં તેની અલગ ઓળખ આઇટી ક્ષેત્રમાં ઉી કરી લેશે. ભારત પોતાની નવી સિલિકોન વેલી બનાવવા માટે સક્ષમ છે. વૈશ્વિક સંગઠન મૈકેન્જીના નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંગલોર વર્ષ ૨૦૨૦ સુધી સિલિકોન વેલીને પછડાટ આપીને પોતાની નવી ઓળખ ઉભી કરી લેશે. ેંગલોર ૨૦૨૦ સુધી દુનિયાના સૌથી મોટા આઇટી ક્લસ્ટર બની જશે. હાલના સમયમાં બેંગલોરમાં દુનિયાની ટોપની ૧૦૫ કંપનીઓના સાત લાખ લોકો પ્રોફેશનલરીતે કામ કરી રહ્યા છે. જાપાનના ઉદ્યોગ અને વેપારને પ્રોત્સાહન આપનાર સરકારી એજન્સી જાપાન વિદેશ વેપાર સંગઠને પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે જાપાનની નવી ઔદ્યોગિક અને કારોબારી જરૂરિયાતોને ધ્યાનમાં લઇને જાપાને આગામી બે વર્ષમાં ભારતમાંથી બે લાખ આઇટી નિષ્ણાંતોને પોતાના ત્યાં બોલાવશે. બે લાખ આઇટી પ્રોફેશનલોની પુર્તિ કરવા માટે જાપાને ખાસ યોજના ભારતને ધ્યાનમાં લઇને બનાવી છે. આવી સ્થિતીમાં ચોક્કસપણે ભારત આઇટીના ક્ષેત્રમાં નવી નવી સિદ્ધીઓ હાંસલ કરીને નવી શÂક્ત તરીકે ઉભરતા દેશ તરીકે દેખાશે. આ રિપોર્ટ એવા સમયમાં આવી રહ્યા છે જ્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર તથા બ્રિટન જેવા દેશો ભારતના આઇટી પ્રોફેશનલોને રોકવા માટે નિયમોમાં સુધારા કરી રહ્યા છે. જા કે તકલીફ આ દેશોને જ થનાર છે. આઇટી ક્ષેત્રમાં ભારતની નવી શક્યતા સ્પષ્ટ પણે દેખાઇ રહી છે. વૈશ્વિક સ્તર પર ભારતની ધાક અકંધ રહી છે. દેશ ને દુનિયાના નિષ્ણાંતો પણ નક્કરપણે માની રહ્યા છે કે આઉટસો‹સગની સામે કોઇ ખતરો નથી. દુનિયાના કોઇ પણ દેશ પોતાના ઉદ્યોગ કારોબારને ચલાવવા માટે ભારતના આઉટસો‹સગના ક્ષેત્રની અવગણના કરી શકે તેમ નથી. સંચારની મજબુત સ્થિતી હોવાના કારણે આ સ્થિતી સર્જાઇ ગઇ છે. હવે સમય એવો આવ્યો છે કે એવી સોફ્ટવેર એપ્લીકેશન તૈયાર કરવામાં આવે જે કોઇ અડચણ વગર સ્માર્ટ ફોનમાં ઉપયોગ કરી શકાય. ટેકનિકલ રીતે કુશળ લોકોને જાળવવાના પ્રયાસો ગંભીરતાથી કરવા પણ પડશે. આઇટી ક્ષેત્રમાં ભારતની કુચ સતત જારી રહી છે. જે હજુ રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY