જાગેશ્વરના જાગૃત નાગરિક વ્યો વૃદ્ધ ઈસમે લેન્ડ લુઝર્સને થતા અન્યાયને માટે પરિવાર સાથે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

0
548

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના જાગૃત નાગરિકે લેન્ડ લુઝર્સ ને રિલાયન્સ કંપનીમાં નોકરી બાબતે ન્યાય નહિ મળતાં કંપનીના ગેટ પર પરિવાર સાથે બે દિવસ ઉપવાસ આંદોલન પર બેસી ત્રીજા દિવસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં રહેતાં વયોવૃધ્ધ આગેવાન ડાભઈ ધના પટેલ છે. જેમની ઉમર ૮૮ વર્ષ હોવા છતાં હજુ પણ તેમના પછી અને હાલની પેઢીના યુવાનો માટે લડત આપી રહ્યા છે.ડાભઈ દ્રારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી છે કે ગત ૨૬ ફેબ્રુઆરી ના રોજ રિલાયન્સ કંપનીમાં લેન્ડ લૂઝરને નોકરી મેળવવા માટે પડતી તકલીફ સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હોવા છતાં કંપની તફફ થી કે જિલ્લા વહીવટીતંત્ર તરફ થી કોઈ ન્યાય નહિ મળતા ડાભઈ દ્રારા આજે પુનઃ જિલ્લા કલેકટરને આવેદપત્ર પાઠવ્યું હતું.અને મીડિયા સમક્ષ એમણે જણાવ્યુ હતુ કે અગાઉ જિલ્લા સમાહર્તા અને ધારાસભ્ય
એ દરમ્યાનગીરી કરી વૃદ્ધને આંદોલન અને આત્મવિલોપન કરતાં અટકાવ્યા હતાં.છતાં તેઓને આજ દિન સુધી ન્યાય નહિ મળતા ફરી ડાભઈ પટેલ દ્રારા તારીખ ૨૫/૪/૧૮ ના રોજ સવારે ૧૧ વાગે પોતાના પરિવારજનો અને ટેકેદારો સાથે દહેજ રિલાયન્સ કંપનીના ગેટ પર બે દિવસ ઉપવાસ આંદોલન પર બેસી અને જો ત્યાર બાદ પણ કોઈ પરિણામ નહિ આવેતો ત્રીજા દિવસે આત્મવિલોપન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. તે સમયે જે કઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર અને રિલાયન્સ કંપનીના મેનેજમેન્ટની રહશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY