(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
બોલિવુડના સૌથી દેખાવડા સ્ટાર પૈકી એક જહોન અબ્રાહમની સાથે ફિલ્મ પરમાણુ મળી ગયા બાદ મોડલ અને અભિનેત્રી ડાયના પેન્ટી ભારે ખુશ છે. આ ફિલ્મ હવે ૨૫મી મેના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મની રજૂઆતની તારીખ વારંવાર છેક ડિસેમ્બરથી બદલાઇ રહી છે. હવે આગામી મહિનામાં ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનકાળામાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત ફિલ્મની રજૂઆતને લઇને ભારે ઉત્સુકતા છે. પહેલા આ ફિલ્મ આઠમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના હતી. જા કે સંજય લીલાની ફિલ્મ પદ્માવતની સાથે ટક્કરને ટાળવા માટે રજૂઆતની તારીખ બદલી દેવામાં આવી હતી. હવે મે મહિનામાં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં જહોન કેપ્ટન અશ્વ રૈનાની ભૂમિકા અદા કરી રહ્યો છે. જ્યારે ડાયના કેપ્ટન અમ્બાલિકાની ભૂમિકા અદા કરી રહી છે. ડાયના હાલમાં ખુબ ઓછી હિન્દી ફિલ્મ કરી રહી છે. જા કે તે સતત સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. ફિલ્મમાં બોમન ઇરાની, પવન મલહોત્રા, અરજન બાજવા પણ કામ કરી રહ્યા છે. સચિન અને જિગરની જાડી દ્વારા ફિલ્મમાં સંગીત આપવામાં આવ્યુ છે. વર્ષ ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણ ખાતે કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત આ ફિલ્મ છે. જે માહિતીસભર ફિલ્મ હોવાની સાથે સાથે સંદેશ પણ લઇને આવશે. જહોન અબ્રાહમ હાલમાં બિલકુલ ઓછી ફિલ્મમાં નજરે પડી રહ્યો છે.નોંધનીય છે કે જ્યારે પરમાણુ પરીક્ષણ ભારતે ૧૯૯૮માં કર્યા હતા ત્યારે દુનિયાના દેશો હચમચી ઉઠ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"