જૈન સમાજના બ્રેઇનડેડ વૃધ્ધાના અંગદાનથી પાંચને નવજીવન

0
218

સાસુના મોત બાદ અલથાણના જૈન શ્વેતાંબર સમાજના વૃધ્ધાની અચાનક તબિયત બગડતા બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. તેમના કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અલથાણ સ્તિત સોહમ સર્કલ પાસે સોહમ રેસીડેન્સીમાં રહેતા રમાદેવી કાંતિલાલ ચોપડા (ઉ.વ. ૬૨) તેમના ૨ પુત્ર અને ૩ પુત્રી છે. તેમના પતિ નિવૃત્ત જીવન ગાળે છે. ગઇ તા. ૭મીએ રમાદેવીના સાસુજી વનીદેવીનું અવસાન થયું હતું અને તેમની અંતિમક્રિયા તા. ૮મી માર્ચે પૂર્ણ કરી રમાદેવી સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં એકાએક પ્રેશર વધી જવાને કારણે તેઓ બેહોશ થઇ ગયા હતા. તેમને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગઇકાલે તેમને તબીબે બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાલએ ઓર્ગન ડોનેટનું મહત્વ સમજાવતા પરિવારે તેમના અંગોના દાન કરવા તૈયારી દર્શાવી હતી. અમદાવાદની હોસ્પિટલની તબીબની ટીમે કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડની સુરતના સાગર જયેન્દ્ર ઓભલીયા (ઉ.વ. ૩૮) અને બીજી કિડની મધ્યપ્રદેશનાં સુનીતા અરૃણ શર્મા (ઉ.વ. ૪૭)માં અને લીવર બોરસદના યોગેશ ધીરૃભાઇ ધોબી (ઉ.વ. ૪૮)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY