રાજપીપલા માં બેફામ બાઈક લઈ ટ્યુશન ક્લાસોમાં જતા બાળકો નું વધતું પ્રમાણ જોખમરૂપ  : ટ્રાફિક એજ્યુકેશન માં વાલીઓ સક્રિય થાય

0
168

કેટલીક સ્કૂલોમાં  તો નાના બાળકો બાઈક લાવે તો પ્રિન્સિપાલ કે શિક્ષકો દ્વારા કડક પગલાં લેવાય છે પરંતુ ટ્યુશન ક્લાસો માં આ બાબતે કોઈ ખાશ કાળજી ન લેવાતા અને પોલીસ પણ લાપરવાહ બનતા બેફામ બનતા બાળકો

રાજપીપલા શહેર માં વધતા વાહનો ની સંયા ઘણી છે ત્યારે ટ્યુશન ક્લાસો માં વહેી સવારે કે સાજે અભ્યાસ અર્થે જતા નાના બાળકો તેના વાલીયો ની નિષ્કાળજી ના કારણે બેફામ બાઈકો લઈ ને સાંકડા માર્ગો પર પુરપાટ જતા હોય અને સાથી વિદ્યાર્થીઓ સાથે રેશ લગાવતા પોતાને તો જોખમ હોય સાથે રાહદારીઓ ને પણ અડફટે લેતા હોવાનું વારંવાર જોવા મળે છે ત્યારે આવા અકસ્માોમાં ખાશ કરી વૃધ્ધો અટવાતા જોવા મળે છે .

ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કે ટ્રાફિક સપ્તાહ જેવા કાર્યક્રમો કરે છે અને અમુક સ્કૂલો માં પણ ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમો રાખે છે પરંતુ જ્યાં નિયમો નું પાલન બરાબર થતું હોય ત્યાં પ્રોગ્રામો કરી ફક્ત કામગીરી બતાવવ પૂરતા કાર્યક્રમો કરવા કરતા જ્યાં ખરેખર જરૂર છે તેવા ટ્યુશન ક્લાસો ,બગીચાઓ કે અન્ય આવી જગ્યા કે ત્યાં વધુ પડતા 18 વર્ષ થી નાના બાળકો મોટરસાયકલો લઈ ફરતા હોય તેવીજગ્યાઓ આવા કાર્યક્રમો કર્યાં બાદ એવા બાળકો કે જે નાની ઉંમરે બેરોકટોક બાઈકો ફેરવતા હોય તેવા બાળકો ની યાદી બનાવી તેમના વાલિયો ને એક વાર કડક સૂચના આપી સાથે જેતે કલાસીસો ના સંચાલકો ને પણ સૂચના આપી બાદ માં કાયદાનું કડક પાલન કરે તોજ આ સમસ્યા નું નિવારણ થઈ શકે તેમ છે .
રાજેન્દ્ર હાઈસ્કૂલ ના આચાર્ય જયદીપસિંહ ના જણાવ્યા મુજબ તેમની હાઈસ્કૂલમાં બાઈકો અને મોબાઈલ માટે અમે કડક નિયમ બનાવ્યા છે. રાજપીપલા ની રાજેન્દ્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જયદીપસિંહ ચૌહાણે  જણાવ્યું કે અમે અમારી સ્કૂલ માં ભણતા બાળકો ને સ્કૂલ માં મોબાઈલ કે મોટરસાયકલ નહિ લાવવા કડક સૂચના આપી છે અને જો કોઈ પકડાય તો તેને દંડ તેમજ વાલી ના આવ્યા બાદજ તે વાહન કે મોબાઈલ પરત મળશે તેમ વાલીને પણ કડક સૂચના આપીયે  છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY