જાકીર નાઇકની ગતિવિધી પર નજર..

0
257

વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરૂ જાકીર નાઇકની ગતિવિધી પર હવે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નાઇક હાલમાં શુ કરી રહ્યા છે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. તેમના ઉશ્કેરણીજનક નિવેદનના કારણે ચર્ચામાં રહેલા ધર્મગુરૂ ધર્માન્તરણને લઇને ચર્ચામાં રહે છે. તેમની સંસ્થા પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા બાદ હવે તેમના સમર્થકો અને કટ્ટરપંથીમાં નારાજગી દેખાઇ રહી છે.

જાકીર નાઇકની સંસ્થા સામે તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ તેની કામગીરી પર બ્રેક મુકી દેવામાં આવી છે. સરકારે લાલ આંખ કર્યા બાદ ભારતમાં સક્રિય રહેલી સંસ્થાઓની ગતિવિધીને લઇને ફરી એકવાર શંકા ઉભી થઇ રહી છે. જાકીર નાઇક જુદા જુદા આક્ષેપોનો સામનો હાલમાં કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં અન્ય જાતિના લોકોને ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પડાવાનો તેમના પર આક્ષેપ છે. તેમના પરિવારના નામ પર કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ છે. નાઇકની સામે તપાસ હેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. તેમની સંસ્થા પર પ્રશ્ન ઉઠ્યા બાદ દેશમાં સક્રિય અને વિદેશમાંથી નાણાં મેળવી લેતી સંસ્થાઓ પર ગતિવિધી અને નજર રાખવાની બાબત સપાટી પર આવી છે. વિદેશી નાણાંના રૂપમાં સહાય મેળવનાર બિનસરકારી સંગઠન હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ તમામ બિનસરકારી સંગઠન પર સરકારે નજર કેન્દ્રિત કરી દીધી છે. નવા નિયમ મુજબ આ સંગઠનોને વિદેશી સહાયતા અંગેની માહિતીને ફરજિયાત કરી દેવામાં આવી છે. એનો મતલબ એ થયો કે વિદેશી દેશોમાંથી નાણાંકીય સહાયતા મેળવી રહેલા સંગઠનોને ફરજિયાતપણે માહિતી આપવી પડશે. હજુ સુધી ૧૦ હજારથી વધારે એવા સંગઠનોના લાઈસન્સ સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી ચુક્યા છે. સરકારને તેમની કામ કરવાની રીત કેમ પસંદ પડી રહી નથી.

ભારત ઉપરાંત અન્ય દેશો પણ આવા સંગઠનો પ્રત્યે આવું જ વલણ અપનાવી રહ્યા છે કે કેમ તે વિષય ખૂબ મહત્વપૂર્ણ છે. માત્ર ૧૮૧૫ જેટલા બિનસરકાર સંગઠનોએ જ ૨૦૧૩-૧૪માં પહેલી જુલાઈ સુધી વિદેશી દાન અંગેની માહિતી ઉપલબ્ધ કરાવી છે. એનજીઓને મળેલા વિદેશી નાણાં અંગેની વાત કરવામાં આવે તો ૨૦૧૩-૧૪માં આ આંકડો ૪૦૭.૮૨ કરોડ રૂપિયાનો હતો. ૨૩ લાખથી વધુ એનજીઓ દેશભરમાં સક્રિય થયેલા છે જે પૈકી આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની વાત કરવામાં આવે તો આમાંથી ૧૦ ટકા પણ આવકવેરા રિટર્ન ફાઈલ કરતા નથી. સરકાર દ્વારા એનજીઓ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ એનજીઓને મળનાર વિદેશી નાણાંના પ્રવાહમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. ગ્રીનપીસ, ફોર્ડ ફાઉન્ડેશન અને અન્ય કેટલાક બિનસરકારી સંગઠન અથવા તો એનજીઓ સહિત જે સંગઠન સરકારની નજરોમાં આવી ગયા છે તેમના પર તપાસ કરવામાં આવી રહી છે. આ યાદીમાં એક નવા નામ પણ ઉમેરાયા છે. જેમાં કેરીટાસ્ક ઈÂન્ડયાનો સમાવેશ થાય છે. જેને બહારથી નાણાં મળે છે.

કેરીટાસ્કને સ્પષ્ટપણે દક્ષસંસ્થા સ્ટીચટીંગ કોર્ડેડમાંથી નાણાં મળે છે. ભારતીય બિનસરકારી સંગઠનોને કોડનકુલમ ન્યૂક્લીઅર પાવર પ્રોજેક્ટના વિરોધના સંદર્ભમાં ૨૦૧૧-૧૨ દરમિયાન નાણાં મળ્યા હતા. દાનમાં જંગી રકમ તેને હાથ લાગી હતી. જે રીતે નરેન્દ્ર મોદી સરકાર પ્રહારો કરી રહી છે તેનાથી એનજીઓ અને સિવિલ સોસાયટી સંગઠનોને એવું લાગવા લાગી રહ્યુ છે કે નિયમો કાયદાને કેટલા કમજાર કરવાનું સાધન બની ગયા છે કે તેનાથી સમસ્યા ઉભી થઈ ગઈ છે. આ તમામ બાબતોનું ગુપ્ત રહસ્ય એ છે કે સરકાર કામકાજના મુલ્યાંકનના નામ પર બિનસરકારી સંગઠનોની ગતિવિધિને નિયંત્રિત, નિયમિત કરવા અને તેના પર નજર રાખવાની વ્યવસ્થા કરી રહી છે. બિનસરકારી સંગઠનને નિયંત્રિત કરવાની શરૂઆત †ોત આંતરરાષ્ટ્રીય સંગઠન છે. ઓક્ટોબર ૨૦૦૧માં ફાઈનાન્સયલ એક્શન ટાસ્કફોર્સ દ્વારા ભૌગોલિક માળખું વિકસિત કરવામાં આવ્યું હતુ જેના માધ્યમથી આ સંગઠનોને મળવાર વિદેશી નાણાં પર નજર રાખવામાં આવી હતી. હવાલાના નાણાંનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ. આ શરૂઆતને સંયુક્ત રાષ્ટ્ર અને જી-૭ દેશોનું સમર્થન પણ મળ્યુ હતુ. ત્યારબાદ આ દેશોની સહાયતાથી એનજીઓને મળનારી વિદેશી રકમ પર નજર રાખવાની શરૂઆત થઈ હતી. સભ્ય દેશોને એવી શંકા પણ હતી કે આ નાણાં આતંકવાદી સંગઠનોની મદદ માટે કામ આવે છે. આજે એફએટીએફ પેરીસ સ્થત ઓર્ગેનાઈઝેશન ફોર કો ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટના હેડક્વાટર્સથી પોતાની કામગીરીને સંચાલિત કરે છે.

નાણાંકીય સહાયતાને વિદેશી સહાયતા પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. સરકારને જ્યારે પણ લાગે છે કે એનજીઓ સ્વીકારવા લાયક વિકાસની ગતિવિધિમાં સામેલ નથી ત્યારે તે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલીટીના માધ્યમથી નાણાં એકત્રિત કરે છે.ભારતમાં કંપની અધિનિયમ હેઠળ આ બાબતને ફરજિયાત કરી દેવામાં આવી છે. ભારતમાં જે કંપનીઓએ પાંચ કરોડ અથવાથી તેનાથી વધારાનો લાભ મેળવી રહી છે તેમના માટે બે ટકા સામાજિક જવાબદારી હેઠળ ખર્ચ કરવાની બાબત પણ ફરજિયાત બનાવી દેવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY