ધીરેન્દ્ર ચૌહાણના જામીન વિરુધ્ધ સરકાર પક્ષની અપીલ સુપ્રીમ કોર્ટમાં મંજુર

0
55

સુરતના બહુચર્ચિત એવા દિશીત જરીવાલા હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ધીરેન્દ્ર ચૌહાણને શરતી જામીન આપતા હાઈકોર્ટના હુકમ સામે સરકારપક્ષની અપીલને સુપ્રિમ કોર્ટે મંજુર કરી હાઈકોર્ટના હુકમને સેટ એ સાઈડ કરતો હુકમ કર્યો છે. સુરતના ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં સંડોવાયેલી મરનારની આરોપી પત્ની વેલ્સી,તેના પિતરાઈ પ્રેમી સુકેતુ મોદી તથા ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ ચૌહાણ વિરુધ્ધ ઉમરા પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી ધીરેન્દ્ર ચૌહાણે પેરીટીના ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા મૂળ ફરિયાદી તરફે એડવોકેટ કેતન રેશમવાલાની રજૂઆતોને માન્ય રાખી સુરત સેશન્સ કોર્ટે આરોપી ધીરેન્દ્ર ચૌહાણના જામીનની માંગને નકારી કાઢી હતી. જેથી સુરત સેશન્સ કોર્ટના જામીન નકારતા હુકમથી નારાજ થઈ આરોપી ધીરેન્દ્ર ચૌહાણે હાઈકોર્ટમાં કરેલી અપીલ મંજુર થતા સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને પલટાવી દઈ હાઈકોર્ટે શરતી જામીન આપ્યા હતા. જેથી હાઈકોર્ટે આરોપીને જામીન આપતા ચુકાદાની સામે સરકારપક્ષે સુપ્રિમ કોર્ટમાં કાનુની પડકાર ફેંકતી અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે સરકારપક્ષે કુ.હેમંતિકા વહીની રજૂઆતોને માન્ય રાખી સરકારપક્ષની અપીલને મંજુર કરી આરોપી ધીરેન્દ્ર ચૌહાણને જામીન આપતા હાઈકોર્ટના ચુકાદાને સેટ એ સાઈડ કરવા નિર્દેશ આપ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY