જામનગર પૂરમાં તણાયેલી બાળકીનો મૃતદેહ ચાર દિવસ બાદ મળ્યો

0
67

જામનગર,તા.૧૦
જામનગરમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી હતી. ૭ તારીખના રોજ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં પુનિતનગરમાંથી એક અઢી વર્ષની બાળકી પરિવારથી વિખુટી પડીને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગઇ હતી. છેલ્લા ચાર દિવસથી જામનગર ફાયર દ્વારા બાળકીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના બાદ આખરે આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી ચાર દિવસથી ગુમ હતી. જેથી આજે ફાયર દ્વારા એનડીઆરએફની મદદ લેવાઈ હતી.
સતત ચાર દિવસની જહેમત બાદ જામનગર ફાયર અને ગ્દડ્ઢઇહ્લ ના સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે જામનગરના ગાંધીનગર સ્મશાન પાસે દરિયાઇ ખાડી વિસ્તારમાંથી પૂરમા તયાણેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે અઢી વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. પરંતુ જામનગરમાં તાજેતરમાં પૂરની પરિસ્થિતિમાં ફાયર અને ગ્દડ્ઢઇહ્લની ટીમ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. સતત ૩ દિવસ પડેલા ભારે વરસાદને પગલે સર્જાય પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડયો હતો.
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લખતર ગામે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જોડિયા તાલુકામાં માત્ર ૪ દિવસમાં મોસમનો ૬૦% વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ઊંડ ૨ ડેમના અધિકારીઓની બેદરકારી કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું હતું. વરસાદને પગલે યોગ્ય સમયે ડેમના દરવાજા ન ખોલતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, વિક્રમ માડમ અને પ્રવિણ મૂછડીયા ખેડૂતોની વહારે આવીને પરિસ્થિતિને નિહાળવા પહોંચ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY