જાન થીમારી નાંખવાની ધમકી આપતા દમણ પાલિકાનાં કાઉન્સિલરની ધરપકડ

0
127

સંઘ પ્રદેશ દમણ નગરપાલિકાનાં એક અપક્ષ કાઉન્સિલરની દમણ પોલીસે ધરપકડ કરી છે. કાઉન્સિલર અને તેના એક સાથી એ દમણની સેલો કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરી કંપનીના માણસોને ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા બાદ થયેલી પોલીસ ફરિયાદને આધારે દમણ પોલીસે નગરસેવક અને તેના સાથે સામેલ ઈસમ ની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતીઓ અનુસાર સંઘ પ્રદેશ દમણ નગર પાલિકાના અપક્ષકાઉન્સિલર શૈલેશ ડી.પટેલ ઉર્ફે શીલુ અને તેના સાથી ઈસમ નરોત્તમ આર. પટેલે સોમનાથ સ્થિત સેલો કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરી કંપનીના માણસો ને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ગતબુધવારનાં રોજ કંપની તરફથી વાપીના ચલા ખાતે રહેતા શરદ મિશ્રા દ્વારા નાની દમણ પોલીસ મથકે બન્ને શખ્સોની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ અંગે ઈ.પી.કો. કલમ મુજબ ગુન્હો દાખલ કરી આ કામનાં આરોપી એવા દમણ નગર પાલિકાનાં અપક્ષ કાઉન્સિલર શૈલેશ ડી. પટેલ ઉર્ફે શીલુ તથા તેના સાથી મિત્ર નરોત્તમ આર. પટેલની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રમાણે એક કાઉન્સિલરની દાદધમકીઓ આપવાને લઈ થયેલી ધરપકડને કારણે હાલ પાલિકાનાં અન્ય સાથી કાઉન્સિલરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY