જતનાવાડામાં પીવાનું મીઠું પાણી હજુ સ્વપ્ન સમાન દોઢ કિમી નર્મદાની લાઈન છતાં પીવાના પાણી માટે વલખાં..??

0
221

માળિયા મિયાણા,
તા.૧૨/૦૩/૨૦૧૮

જળ એજ જીવન સૂત્ર વાચવા અને સાંભળવા મળે છે પરંતુ જળની સાચી કિંમત તે સમજવું હોય તો કોઈ પણ વ્યક્તિને જવું પડશે નવલખી પાસે આવેલા ૮૦૦થી પણવધુની વસ્તી ધરાવતા જુમ્માવાડી અને વાવણીયા પાસે આવેલ જતનાવાડા વિસ્તારમાં. કારણ એ છે કે આ વિસ્તારમાં રહેતા લોકોને એક બેડું મીઠું (નર્મદા)નું પાણી હજુ સુધી નસીબ થયું નથી. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિકાસની વાતો કરી નર્મદાના નીર ઘરઘર સુધી પહોંચાડી દેવાના ગાણા ગવાઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના અતિ પછાત તાલુકા એવા માળિયા મિયાણા કેટલાય ગામડા હજુ પણ પીવાના પાણી માટે વલખાં મારી રહયા છે.

નવલખી પોર્ટથી એકદમ નજીક આવેલ જુમ્માવાડી વિસ્તાર જ્યા આજની તારીખે મોટા દહીંસરા ગામથી નવલખી પોર્ટમાં જતી બોરના પાણીની લાઈન વાટે માનવતાની દ્રષ્ટિએ એ નવલખી પોર્ટે ૬ નળ વાળું સ્ટેન્ડ ઉભું કરી નાવા ધોવા કે ઘર વપરાશનું પાણી આ ગરીબ વસ્તીને મળી રહે તે માટે સ્ટેન્ડની સુવિધા કરી આપેલી છે. જ્યારે આ વસ્તીને પીવા માટેનું મીઠું પાણી આજ સુધી ન મળતા ના છૂટકે મોળા પાણીનો સહારો લઈને ૮૦૦થી પણ વધુ વસ્તી ધરાવતા સામે ૬ નળનું સ્ટેન્ડ હોય ,જેથી રસ્તા પર બેરલ રાખીને આ વસ્તીની બહેનો બેરલમાંથી દિવસભર પીવાનુ પાણી મેળવવા સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પરથી બેડાં લઈ પાણી એકઠુ કરે છે.

આ વસ્તીથી માત્ર ૧.૫ કિમી જેટલા અંતરે આવેલ વર્ષામેડી અને ન્યુ નવલખી ગામમાંથી નર્મદાની લાઈન પસાર થતી હોવા છતાં ૮ કિમી દૂર મોટા દહીંસરાથી નવલખી પોર્ટથી જતી બોરની લાઈનમાંથી મોળું પાણીનું વિતરણ કરવામાં આવે છે. જે તંત્રની કામગીરી સામે સવાલ ખડા કરે છે. દોઢથી બે કિમીના વિસ્તારમાં આવેલ આ વિસ્તારની મહિલાઓને પાણી ભરતી વખતે ત્યાંથી પસાર થતા સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ક્્યારેક વાહન અકસ્માતનો પણ ભોગ બનતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ વિસ્તાર કરતા પણ ખરાબ સ્થતિ વાવણીયાથી ત્રણ કિમી દૂર આવેલ જતનાવાડા વિસ્તાર પીવાના પાણી માટે તંત્ર આજદિન સુધી કોઈ પગલાં ન લેતા વસતા લોકોને પોતાના વાહનો વાટે ૩ કિમી દૂર આવેલ વવાણીયા ગામે પાણી ભરવા જવાની નોબત આવી ઉભી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY