જેડીએસની તાકાત મર્યાદિત

0
85

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કર્ણાટકમાં સીધી સ્પર્ધા દેખાઇ રહી છે. કર્ણાટકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા અને કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસે પણ સ્થિતીને મજબુત કરવા માટે હજુ સુધી એડી ચોટીનુ જાર લગાવી દીધુ છે પરંતુ આ પાર્ટી રાજ્યમાં ચૂંટણીને ત્રિકોણીય બનાવવામાં નિષ્ફળ છે. કેટલાક વિસ્તારમાં જેડીએસ ચોક્કસપણે પ્રભુત્વ ધરાવે છે પરંતુ તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે તે બાબત શક્ય દેખાઇ રહી નથી. કેટલીક સીટ પર કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સીધી સ્પર્ધા ચોક્કસ છે પરંતુ તેમની જીતની શક્યતા ઓછી દેખાઇ રહી છે. જેડીએસ અને ભાજપ વચ્ચે લડાઇ કહી શકાય તેવી કોઇ વધારે સીટ દેખાતી નથી. મતલબ એ છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ નવા સમીકરણ કોઇ પણ બની શકે છે પરંતુ હાલની સ્થિતીમાં જેડીએસ ભાજપ અને કોંગ્રેસને વધારે પડકાર ફેંકવાની સ્થિતીમાં નથી. કેટલાક વિસ્તારોમાં તેમનુ પ્રભુત્વ હવા છતાં તેમના વિસ્તાર અને તાકાત મર્યાદિત છે. વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી ચાલ આ જ વર્તમાન અને ભાવિ સમીકરણને ધ્યાનમાં લઇને ચાલવામાં આવી રહી છે. ૧૫મી મેના દિવસે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. જ્યારે મતદાન ૧૨મી મેના દિવસે થનાર છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાજનક છે. કારણ કે જા કોંગ્રેસ જીતશે તો તેને વર્ષ ૨૦૧૯માં યોજાનાર ચૂંટણીમાં વધારે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવાની તક રહેશે. તે ભાજપને જુદા જુદા વિષય પર વધારે ભીંસમાં લઇ શકશે. એકપછી એક રાજ્યમાં કોંગ્રેસની હાર થઇ રહી છે. તેના હાથમાંથી મોટા ભાગના રાજ્યોમાં સત્તા જતી રહી છે. આ એકમાત્ર દક્ષિણ ભારતમાં તેની પાસે સત્તા રહી ગઇ છે. કોંગ્રેસ મુક્ત રાજ્યોની દિશામાં ભાજપે કુચ જારી રાખી છે. કર્ણાટકમાં ૨૨૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ભાજપ આ ચૂંટણી જીતીને વધારે આત્મવિશ્વાસ મેળવી લેવા માટે ઇચ્છુકત છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY