૮૬૯ જેટલી દવાના ભાવમાં ૩.૪૪ ટકાનો વધારો કરાયો

0
204

ન્યુ દિલ્હી,
તા.૩/૪/૨૦૧૮

સ્ટેન્ટની અને કેન્સરની દવાની કિંમતમાં ફરી વધારો

સ્ટેન્ટની કિંમતમાં ફરીવાર વધારો થયો છે. સ્ટેન્ટ ઉપરાંત એન્ટીબાયોટિક અને કેન્સરની દવાની કિંમતમાં પણ વધારો થયો છે. એક અંદાજે ૮૬૯ જેટલી દવાની કિંમતમાં વધારો થયો છે. આ દવાની કિંમતમાં ૩.૪૪ ટકાનો વધારો થયો છે.

એનપીપીએ દ્વારા એક નિવેદનમા કહેવામાં આવ્યું છે. સ્ટેન્ટ અને દવાની કિંમતમાં ડબ્લ્યૂપીઆઈના કારણે વધારો કરવામાં આવ્યો છે.

ભાવ વધારા બાદ સ્ટેન્ટની કિંમત ૭૯૨૩ થઈ છે. જ્યારે જે દવાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે તેમા એન્ટી બોયોટિક કોમ્બનેશન, કેન્સર, એમોક્સીસિલિન અને ક્લવુલૈનિક જેવી દવાઓ સમાવેશ થાય છે.

મહત્વનું છે કે આ પહેલા સરકારે સ્ટેન્ડની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. અને હવે ફરીવાર સ્ટેન્ડ સહિત ગંભીર બિમારીઓની દવાઓની કિંમતમાં વધારો કર્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY