મારો ડ્રીમ રોલ ઐતિહાસિક પાત્ર છેઃ જ્હાન્વી કપૂર

0
178

મુંબઈ,તા.૧૨
જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટર બુધવારે તેમની ફિલ્મ ‘ધડક’ના પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યા હતા.
સિટીમાં સૌનાં દિલ ધડકી ઊઠે એવી સ્ટારની એન્ટ્રી થઈ હતી. ટીનેજ ફેશનિસ્ટા જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટર તેમની નવી ફિલ્મ ‘ધડક’ના પ્રમોશન માટે સિટીમાં આવ્યા હતા. સ્ટ્રેઇટ ફોરવર્ડ, સોબર એન્ડ સ્માર્ટ જ્હાન્વી કોલ્ડ શોલ્ડર ટોપ અને જીન્સમાં હોટ લાગતી હતી. ઇશાન પણ જરાય ઝાંખો નહોતો પડતો. તેનો પણ લુક ફન્કી અને ફોર્મલનો કોમ્બો હતો. આ યંગ કપલે તેમની ફિલ્મી લવ સ્ટોરી અને બીજી પર્સનલ વાતો પણ શેર કરી હતી.
જેમાં તેણે કહ્યુ એક્ટિંગનો બહું જ ઉત્તમ અનુભવ રહ્યો. એમ કહેવાય કે એક્ટિંગ બધું જ અને સર્વ બન્યું છે. કેમેરા સામેની પહેલી મોમેન્ટ્‌સ હંમેશા યાદગાર રહેશે અને એમાંય મારા જેવા કે જેને એÂક્ટંગ પ્રત્યે લગાવ હોય એના માટે તો ખાસ.
ડ્રીમ રોલ તો ઘણા છે, પણ લિસ્ટમાં ટોપ ઐતિહાસિક રોલ રહેશે. ઇતિહાસનું કોઈ કેરેક્ટર પ્લે કરવું બહું ગમશે. કોમેડી પણ ગમશે. થ્રિલરથી માંડીને હોરર સુધી બધાં કેરેક્ટર્સ કરવાની ઇચ્છા છે.
હું મૂડ આધારિત ડ્રેસિંગ કરું છું. હું એમ કહીશ કે એવી ફેશન કરો કે જે તમારી પર્સનાલિટીને એક્સપ્રેસ કરી શકે. એવી ફેશન કે જે તમને કમ્ફર્ટેબલ અને કોન્ફિડન્સ ફીલ કરાવે. ડોન્ટ ફોલો ટ્રેન્ડ્‌ઝ બ્લાઇન્ડલી, પણ તમને જે ગમે અને સૂટ થાય એ પહેરો. દરેક જણ ડિફરન્ટ છે. એટલે એક પહેરે એવું જ બીજા પહેરી શકે એમ પોસિબલ ના હોય. જેમાં તમે સેલ્ફ બની શકો એવું પહેરો. આ ફિલ્મમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા હતા. તેઓ બહું જ સીનિયર ડિઝાઇનર છે. તેઓ મમ્મીના ટાઇમથી બેસ્ટ કામ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY