જિલ્લા પ્રશાસન દ્વારા નવનિયુક્ત મહેસુલી કર્મચારીઓને વહીવટમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગ માટેની અપાયેલી તાલીમ રાજપીપલા કલેક્ટરાલય ખાતે કચેરી કાર્યપધ્ધતિ સંદર્ભે યોજાયો

0
74

એક દિવસીય સેમિનાર : ૨૫ કર્મયોગીઓએ લીધેલા ભાગ

રાજપીપળા– બુધવાર :- નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાના નવનિયુક્ત મહેસુલી કર્મચારીઓ માટે કચેરી કાર્યપધ્ધતિ સંદર્ભે યોજાયેલા એક દિવસીય રિફ્રેશર સેમિનારમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી  ડી.કે. બારીયા સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ૨૫ જેટલા કર્મયોગીઓએ ભાગ લીધો હતો, જેમા પ્રજાલક્ષી કામગીરીનો નિયત સમયમર્યાદામાં ઝડપી નિકાલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે અંગે ઉપયોગી જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.

રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલા એક દિવસીય ઉક્ત સેમિનારમાં નાયબ કલેક્ટર શ્રી એન. યુ. પઠાણ, શ્રી એસ. જી. ગામિત અને શ્રી બી.બી. મોડીયા તથા અજમાયશી મામલતદારશ્રી એ.કે. ભાટીયા અને શ્રી જે. એચ. તન્ના ઉપરાંત ઇન્ચાર્જ જનસંપર્ક અધિકારીશ્રી કે.એમ. રાજપૂત અને ઇન્ચાર્જ ચીટનીશ શ્રી પી.ડી. પટેલ તેમજ ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી સુમિત વાઘેલાએ કચેરી કાર્યપધ્ધતિ, રેકર્ડ વર્ગીકરણ, કચેરી સુશાસનમાં કોમ્પ્યુટર-સોફ્ટવેરનો ઉપયોગ, CCC ની થીયરી-પ્રેક્ટીકલ પરીક્ષા વગેરે જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન અને જાણકારી અપાઇ હતી.

આ એક દિવસીય સેમિનારમાં કચેરીમાં આવતી ટપાલોની કોમ્યુટર ઉપર ઓનલાઇન નોંધણી, ફાઇલ મેનેજમેન્ટ પ્રોટેક્શન સિસ્ટમ, રેવન્યુ રેકર્ડઝ મેઇનટેનન્સ સર્વિસ, મેન્યુઅલને બદલે કલેક્ટર પોર્ટલ ઉપર હવે ઓનલાઇન પત્રકોની ડેટા એન્ટ્રી, રાઇટ્સ ઓફ રેકર્ડઝ (Any ROR) , મતદારયાદીની કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી (ERO NET) અને રાજ્ય-જિલ્લા-તાલુકા-ગ્રામ સ્વાગત કાર્યક્રમ સંદર્ભની અરજીઓના નિકાલની ઓનલાઇન ડેટા એન્ટ્રી, કોમ્પ્યુટરની CCC ની થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા અંગેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. આ સેમિનારમાં કર્મયોગીઓ દ્વારા જે તે વિષયોમાં કરાયેલી પ્રશ્નોત્તરી અંગે પણ વિષય તજજ્ઞોએ સંતોષકારક માર્ગદર્શન અપાયું હતું.

👉🏽 રિપોર્ટર નર્મદા
ભરત શાહ

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY