જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન મહેસુલ વસુલાત ઝુંબેશ

0
98

જમીન મહેસુલ વસુલાત ઝુંબેશ અંતર્ગત વસુલાત અંગેના કેમ્પ વિષયે જણાવવાનું કે, આગામી તા.૨૨ – ૦૩ – ૨૦૧૮ અને ગુરુવારનાં રોજ – અધેવાડા – સીટી સ્થિત સરવે નં.૩૬ – ૩૭ કામીનીયાનગરમાં આવેલ રામ પ્રાથમિક શાળા, પ્લોટ નં.૧૭ ખાતે સાંજે – ૦૪:૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. આ વિસ્તારના જે રહીશોને મહેસુલ ભરવાનું બાકી છે, તેઓને નોટીસ આપવામાં આવેલ છે.
કામીનીયાનગરના રહીશોને આથી જાણ કરવામાં આવે છે કે, આ કેમ્પનો લાભ લઈને બાકી રહેતી જમીન મહેસુલ અને શિક્ષણ ઉપકરની રકમ સત્વરે ભરી આપવા વિનંતી છે. તેમજ આ સોસાયટી ખાતે ખુલ્લા પ્લોટધારકોને પણ આ સાથે જણાવવાનું કે, આ કેમ્પમાં વસૂલાત ભરી જવી, ત્યારબાદ ખુલ્લા પ્લોટ પર વસુલાતની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

સીટી મામલતદાર

ભાવનગર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY