રાજસ્થાનના અજમેરમાં બસ-ડમ્પર વચ્ચે જીવલેણ અકસ્માત: ૧૩ના મોત

0
113

અજમેર,તા.૮
રાજસ્થાનમાં રવિવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો છે. આજે વહેલી સવારે ભૂકંપના ઝટકાના સમાચાર આવ્યાના થોડાજ સમયમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના અજમેરના માંગલિયાવાસમાં તબીજી પુલ પાસે એક બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૧૩ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે બે ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી કેટલાકની હાલત તો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
અકસ્માતની આ ઘટના લગભગ ૧૨ વાગ્યાની આસપાસ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ દ્વારા અજમેરના જેએલએન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર જાવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની જાણકારી મેળવવાની કોશિસ હાલમાં ચાલી રહી છે. બીજી બાજુ ઘાયલોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ગઈ કાલે મેડી રાત્રે પણ એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જાકે સદનશિબે મોટી હોનારત થતાં ટળી ગઈ હતી. આ અકસ્માત કાર સાથે થયો હતો. એક કાર પલ્ટી મારી ગઈ હતી અને ફિલ્મી સ્ટાઈલમાં ગુલાટી મારતી મારતી પેટ્રોલ પંપમાં ઘુસી ગઈ હતી, જાકે સદનશિબે આગ લાગવાની ઘટના સર્જાઈ ન હતી, નહી તો બધુ જ સાફ થઈ જાત. આ પહેલા પણ રાજસ્થાનના સિરોહી-પાલાસિયા રોડ પર તા ૨૯ જૂને વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સાત વ્યક્તિના મોત નિપજ્યા હતા, જેમાંથી બે મૃતક તો ભરૂચના હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY