છોટાઉદેપુર જિલ્લામાં જીવાતનો આંતક, બાળકોના કાનમાં ઘુસી જવાનો ભય

0
133

નસવાડી,તા.૮
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામના લોકો કાતરા નામની જીવાતથી પરેશાન થઈ રહ્યાં છે. આ જીવાત લોકોના ઘરોમાં આવી ગઈ છે. તેમજ ખેડૂતોના પાકને પણ નુકશાન પહોચાડી રહી છે. તંત્રને જાણ થતાં અધિકારીઓ આ જીવાતથી કેવી રીતે રક્ષણ મેળવવું તેની સમજ આપવા પહોચી ગયા છે.
હજુ તો વરસાદ શરૂ થયો છે અને ચોમાસાના સમયમાં આ કાતરા નામની જીવાત ઉદભવે છે. ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાના ધેસવાડી, કુકરદા, પિસાયતા, રણબોર સાકળ જેવા અનેક ગામોમાં જીવાતએ આંતક મચાવ્યો છે. જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી. તથા બાળકોના કાનમાં જીવાત ઘુસી ના જાય તેના માટે બાળકોની તકેદારી રાખી રહ્યાં છે.
ઘર માં મહિલાઓ ભોજન પણ બનવી શકતી નથી. ઘરની દીવાલ, દરવાજા અને છત પર પણ આ ઇયળો ચડી જાય છે.કાતરા ઈયળ તરીકે ઓળખાતી આ જીવાત હવે રહેણાંક મકાનોથી લઈ ખેતરમા આતંક મચાવી રહી છે. ગામના સરપંચે આ બાબતે ને લઈ તંત્રને જાણ કરી ત્યારે વિસ્તરણ અધિકારી ગામની મુલાકાતે આવી પહોચ્યાં છે અને લોકોને તેનાથી બચવાની સમજણ આપી રહ્યા છે. પણ તેના ઉપાય કે નાશની કોઈ દવા આપવામાં આવી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY